ભોપાલ: લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. પાર્ટીના મોટા નેતાઓમાં જાણે રાજીનામાની હોડ લાગી છે. ચૂંટણી પરિણામ આવ્યાં બાદ પહેલા તો પાર્ટીના કોઈ પણ મોટા નેતાએ પરિણામોની જવાબદારી ન લીધી પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યું તો અન્ય નેતાઓ ઉપર પણ નૈતિક દબાણ આવી ગયું. ત્યારબાદ તો જાણે પાર્ટીના નેતાઓમાં પદ છોડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. હવે કોંગ્રેસના યુવા ચહેરા ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદથી રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે પણ આ વખતે લોકસભા ચૂંટણી હારી ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-'ટીકા કરનારાઓ રાષ્ટ્ર વિરોધી કહેવાય છે'


રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલુ છે. સિંધિયાનું રાજીનામું પણ આ જ કડીમાં પડ્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ અગાઉ પીસીસી ચીફના પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. 


દીપક બાબરિયા, વિવેક તન્ખા સહિત અનેક પદાધિકારીઓ પણ તમામ પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. જો કે આ તમામ રાજીનામા નવા કોંગ્રેસ અધ્યક્ષ આવશે પછી જ સ્વીકાર થશે. ત્યાં સુધી તેઓ પદ પર યથાવત રહેશે. 


મોતીલાલ વોરા છે કાર્યકારી અધ્યક્ષ
રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા હાલ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હારની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ  પદેથી રાજનામું આપી દીધુ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...