જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમના માં અને બહેન પર 10 હજારનો દંડ, સરકારી જમીન હડપવાનો આરોપ
મધ્યપ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર પીઠે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, માં માધવી રાજે સિંધિયા, બહેન ચિંત્રાંગદા રાજે અને કમલારાજા ચેરિટેબલ ટ્રસ્ટ પર બુધવારે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે
ગ્વાલિયર : મધ્યપ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર પીઠે કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમની માં માધવી રાજે સિંધિયા, બહેન ચિત્રાંગદા રાજે અને કમલારાજા ચેરિટેબલ ટ્રસ્ટ પર બુધવારે 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અર્થદંડ ગ્વાલિયર ખાતેનાં બંધન વાટિકા પર બુધવારે કથિત રીતે સરકારી જમીન હડપવાનાં મુદ્દે ચેતવણી ઉચ્ચાર્યા બાદ પણ કોર્ટમાં તેમના દ્વારા જવાબ દાખલ નહી કરવાનાં કારણે લગાવવામાં આવ્યો છે. આ સરકારી જમીનને સિંધિયા પરિવાર ટ્રસ્ટે એક બિલ્ડરને વેચી દીધી હતી અને ત્યાર બાદ બિલ્ડર પાણી ભરાતુ હોય તેવી આ જગ્યા પર સાત માળની ઇમારત બનાવી દીધી હતી.
રામવિલાસ પાસવાનનું મોટુ નિવેદન, વન નેશન વન રાશન પર ચાલી રહ્યું છે કામ
ન્યાયમૂર્તિ સંજય યાદવ અને ન્યાયમૂર્તિ વિવેક અગ્રવાલની યુગલપીઠે એક જનહિત અરજીની સુનવણી કરતા બુધવારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય પર 10 હજાર રૂપિયાનો દંડ સરકારી જમીન હડપવાનાં મુદ્દે ચેતવણી આપ્યા બાદ પણ કોર્ટમાં પોતાનો જવાબરજુ નહી કરવા માટે લગાવાયો છે.
બહુવિવાહ પર પ્રતિબંધ લગાવીને મુસ્લિમ મહિલાઓને મળી શકે છે રાહત: સ્વરૂપાનંદ સરસ્વતી
તમિલ એક્ટર મંસુર અલી સુપ્રીમની શરણે, EVM સાથે ટેમ્પરિંગ સાબિત કરવાની પરવાનગી માંગી
આ ઉપરાંત કોર્ટે 15 દિવસમાં આ તમામને જવાબ દાખલ કરવા માટેનો આદેશ પણ આપ્યો છે. આ જનહિત અરજી ઉપેન્દ્ર ચતુર્વેદી દ્વારા અધિવક્તા સી.પી સિંહના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી. સિંહે જણાવ્યું કે, કોર્ટે દંડની રકમ હાઇકોર્ટનાં વિધિક સેવા સમિતીમાં જમા કરાવવા માટેના નિર્દેશ આપ્યા છે.