4500 કરોડના આલિશાન જય વિલાસ પેલેસમાં 400 રૂમ, સપનાના મહેલમાં શાહી ઠાઠથી રહે છે જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક અલગ જીવનશૈલી જીવે છે. તેમની સ્ટાઈલ અને રહેવાની રીત બીજા બધા કરતા અલગ છે. તે ગ્વાલિયરના જય વિલાસ પેલેસમાં રહે છે, જે ભારતના સૌથી વૈભવી મહેલોમાંથી એક છે.
ગ્વાલિયર: સિંધિયા રાજવંશના શાસક જયાજી રાવ સિંધિયાએ સન 1874માં જય વિલાસ પેલેસ બનાવડાવ્યો હતો. યૂરોપીય વાસ્તુકલા પર આધારિત આ મહેલને ફ્રાંસના આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસે ડિઝાઈન કર્યો હતો. વિદેશી કારીગરોની મદદથી આ મહેલને 400 રૂમની સાથે ભવ્ય બનાવવામાં આવ્યો હતો. આ મહેલનો પહેલો માળ ટસ્કલ શૈલી, બીજો માળ ઈટાલી-ડોરિક શૈલી અને ત્રીજો માળ કોરિથિયન શૈલીમાં બનેલા છે. ઈટાલી સંગેમરમર અને ફારસી કાલીનથી મહેલનો શણગાર કરવામાં આવ્યો છે. મહેલના દરબાર હોલની અંદરનો ભાગ સોના અને ગિલ્ટનો બનેલો છે.
1 કરોડના ખર્ચે તૈયાર થયો જય વિલાસ પેલેસ:
1874માં બનેલા જય વિલાસ પેલેસ 12 લાખ 40 હજાર 771 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. તેમાં 400 રૂમ છે. 146 વ્ષ પહેલાં બનેલા આ મહેલના નિર્માણમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. વિદેશી કારીગરોની મદદથી જય વિલાસ પેલેસ બનાવવામાં 12 વર્ષનો સમય લાગ્યો હતો. આ મહેલમાં વર્ષ 1964માં મ્યુઝિયમ શરૂ થયું હતું. 40 રૂમને વિજયારાજે સિંધિયાએ મ્યુઝિયમમાં ફેરવી નાંખ્યા હતા. મહેલના બીજા માળે દરબાર હોલ જયવિલાસ પેલેસની શાન કહેવામાં આવે છે. દરબાર હોલની દીવાલ અને છતને સંપૂર્ણ રીતે સોના-હીરા અને ઝવેરાતથી શણગારવામાં આવી હતી.
આ પણ વાંયો:
CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
સાડા 3000 કિલોનું ઝૂમર લગાવવામાં આવ્યું:
દરબાર હોલની છત પર સૌથી મોટા વજનનું ઝૂમ્મર લગાવવામાં આવ્યું છે. સાડા 3000 કિલો વજનના ઝૂમરને લટકાવતાં પહેલાં કારીગરોએ છતની મજબૂતાઈને પારખી હતી. તેા માટે છતથી ઉપર 9થી 10 હાથીઓને ઉભા કરવામાં આવ્યા હતા. 10 દિવસ સુધી છત પર હાથીની અવર-જવર ચાલુ રહી. જ્યારે છત મજબૂત હોવાનો વિશ્વાસ થઈ ગયો ત્યારે ફ્રાંસના કારીગરોએ આ ઝૂમરને છત પર લટકાવ્યું.
શાહી ડાઈનિંગ હોલ સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર:
રાજાશાહી સમયમાં જ્યારે કોઈ રાજ પ્રમુખ કે મોટી વ્યક્તિ ગ્વાલિયર આવતા હતા ત્યારે તેમનું ખાસ સ્વાગત દરબાર હોલમાં જ કરવામાં આવતું હતું. આજે જ્યારે કોઈ દરબાર હોલમાં જાય છે તો તેનો વૈભવ જોઈને આશ્વર્ય ચકિત રહી જાય છે. મુસાફરોને માત્ર દરબાલ હોલ જ નહીં પરંતુ પોતાના રાજા-મહારાજાઓ પર પણ ગર્વ થાય છે. જય વિલાસ પેલેસનો શાહી ડાઈનિંગ હોલ હાલ રાજવી વૈભવની નિશાની છે. તેની આજુબાજુ એકસમયે 50થી વધારે શાહી લોકો ભોજન કરતા હતા. ખાસ વાત એ છે કે ભોજન દરમિયાન પીરસવા માટે કોઈ કર્મચારી નહીં પરંતુ ચાંદીની ખૂબસૂરત ટ્રેન ભોજન પીરસતી હતી. ટેબલ પર ટ્રેન માટે ખાસ પાટા બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંયો:
જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના ખુલાસાથી મચી સનસની
રાશિફળ 15 ફેબ્રુઆરી: ગ્રહોનો વિશેષ સંયોગ આ જાતકોને કરાવશે ખુબ લાભ
Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ
ભારતીય ભોજન દરબાર પણ જોવાલાયક:
દરબાર હોલ, ડાઈનિંગ હોલ ઉપરાંત અહીંયા ભારતીય ભોજન દરબાર પણ છે. તેમાં મહેમાનોને જમીન પર બેસાડીને સોના-ચાંદીના વાસણમાં ભોજન કરાવવામાં આવતું હતું. તેમાં રાજા માટે મોટું આસન લગાવવામાં આવતું હતું. મહેલમાં રાજા-મહારાજાના વાહન, રાજ દરબાર, બેઠક હોલ સહિત બધી વસ્તુ જોવાલાયક છે. મહેલમાં સંગ્રહાલયનો આ ભાગ આજે પણ શાહી મરાઠા સિંધિયા રાજવંશના નિવાસન રૂપમાં ઓળખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube