ડબિયાજગન: કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરપ્રદેશમાં તેમની પાર્ટીનાં 2014ની તુલનામાં સારુ પ્રદર્શન કરવા અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટીએ દીર્ધકાલીન હિતોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની રણનીતિ છે અને પરિણામ દેખાડશે કે પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ણય હતો. લોકસભામાં 80 સાંસદ મોકલનારા ઉત્તરપ્રદેશમાં થોડા સમય વિતાવ્યા બાદ સિંધિયા હવે મધ્યપ્રદેશનાં ગુના સંસદીય સીટ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે જ્યાંથી તેઓ પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસી નેતાઓના 'વિવાદીત' નિવેદનોની ભરમાળ, હવે સેમ પિત્રાડાએ કર્યો ભડકો...

ઉત્તરપ્રદેશ (પશ્ચિમ)ના પાર્ટી વડા સિંધાયાએ પીટીઆઇ ભાષાને આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, અમે આ વખતે ઉતરપ્રદેશમાં પોતાના પગ પર ઉભા રહેવા અને પાર્ટીને મજબુત કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશમાં પરિણામ બાદ તમે જોશો કે પાર્ટીના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય યોગ્ય છે. 
ભાજપ ફક્ત અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પાર્ટી ન હોઈ શકે: નીતિન ગડકરી 

રાજનીતિમાં ગમે તે શક્ય છે અને તમારે મજબુત રીતે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરવો પડશે. ક્યારે ક્યારેક પ્રયાસ રંગ લાવે છે, ક્યારેક એવું નથી પણ થઇ શકતું. તેમ પુછવામાં આવતા કે 23 મેનાં રોજ મતગણતરી બાદ શું થશે, તેમણે કહ્યું કે, આ ત્યારે જોઇશું, જ્યારે ખબર પડશે કે ઉંટ કઇ તરફ પીઠ કરીને બેસે છે. સિંધિયાએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં હાલમાં બનેલી કોંગ્રેસ સરકારે ચૂંટણી પહેલા કરેલા વચનો પુર્ણ કરવાની દિશામાં ઘણુ સારુ કામ કર્યું છે. મધ્યપ્રદેશમાં કમલનાથ નીત સરકારનાં સત્તામાં આવ્યા બાદ વિજળી ઘટાડાની સમસ્યા સંબંધિત અહેવાલ અંગે પુછવામાં આવતા સિંધિયાએ કહ્યું કે, આ સમસ્યા રાજ્યમાં પૂર્વવર્તી ભાજપ સરકાર તરફથી વારસામાં મળી છે અને સરકાર તેનો સામનો કરી રહી છે.