નવી દિલ્હી: કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પાર્ટીમાં સામેલ કર્યાં. પાર્ટીમાં સામેલ થતા જ સિંધિયાએ કહ્યું કે સૌથી પહેલા પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાજીનો આભાર વ્યક્ત કરીશ. તેમણે મને પોતાના પરિવારમાં જગ્યા આપી. આ ઉપરાંત સિંધિયાએ એમ પણ કહ્યું કે મધ્ય પ્રદેશમાં હાલ ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. એક માફિયા ચલાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મારા જીવનમાં બે તારીખો મહત્વની છે. આ એ તારીખો છે કે જેણે મારું જીવન બદલી નાખ્યું. પહેલો દિવસ 30 સપ્ટેમ્બર 2001નો કે જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યાં. તે મારું જીવન બદલનારો દિવસ હતો. બીજો દિવસ 10 માર્ચ 2020 કે જે તેમની 75મી વર્ષગાઠ હતી. જ્યાં જીવનમાં એક નવા મોડનો સામનો કરીને મેં નિર્ણય લીધો. 


મધ્ય પ્રદેશના રાજકારણમાં ભૂકંપ, ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા, જેપી નડ્ડાએ રાજમાતાને કર્યા યાદ


તેમણે કહ્યું કે મેં હંમેશા સ્વીકાર્યું છે કે આપણું લક્ષ્ય ભારતમાં જનસેવા હોવું જોઈએ. રાજકારણ ફક્ત તે લક્ષ્યની પૂર્તિ કરવાનું માધ્યમ હોવું જોઈએ. મારા પૂજ્ય પિતાજી અને મે પૂરી શ્રદ્ધાથી પ્રદેશ અને દેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા સેવા કરવાની કોશિશ કરી છે. પરંતુ મન ખુબ વ્યથિત થયું. જનસેવાના લક્ષ્યની પૂર્તિ આ સંગઠનના માધ્યમથી થઈ શકતી નહતી. હાલમાં જે સ્થિતિ કોંગ્રેસ પાર્ટીને છે તેમાં તે શક્ય પણ નથી. 


મધ્ય પ્રદેશમાં ટ્રાન્સફર ઉદ્યોગ
સિંધિયાએ વધુમાં કહ્યું કે આજે મધ્ય પ્રદેશમાં ટ્રાન્સફર ઉદ્યોગ ચાલી રહ્યો છે. એક માફિયા ચલાવે છે. આજે આપણે ભારતને વિકાસના રસ્તે લઈ જવાનો છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે પીએમ મોદી, અમિત શાહ અને નડ્ડાજીએ મને તે મંચ પ્રદાન કર્યું જ્યાંથી આપણે જનસેવાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ. તેમણે કહ્યું કે પીએમ મોદીના હાથમાં દેશનું ભવિષ્ય સંપૂર્ણપણે સુરક્ષિત છે. કમલનાથની સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ત્યાં ખેડૂતો, યુવાઓ ત્રસ્ત છે અને ભ્રષ્ટાચાર ઉછરી રહ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...