ઇન્દોર: જ્યાં એક તરફ આખી દુનિયા કોરોનાના લીધે ગભરાયેલી છે. લોકો તેનાથી બચવા માટે અલગ-અલગ રીત જણાવી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) એ કોરોના વાયરસ  (Coronavirus)ને લઇને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમારા દેશમાં એટલા દેવી-દેવતા છે કે કોરોના વાયરસ અમારું કશું જ બગાડી શકશે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્દોર પહોંચેલા કૈલાશ વિજયવર્ગીય સાથે મીડિયાકર્મીઓએ બજર બટ્ટૂ સંમેલન રદ કરવાને લઇને પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે દેશમાં કોરોનાની કોઇ અસર નથી કારણ કે અહીં 33 કરોડ દેવી-દેવતા રહે છે. કોરોના વાયરસ આપણું કંઇ બગાડી શકે નહી કારણ કે અહીં જે હનુમાન છે તેમનું નામ મેં કોરોના પછાડ હનુમાન રાખ્યું છે. પરંતુ આપણે સરકારના આદેશનું પાલન કરવું જોઇએ એટલા માટે બજર બટ્ટૂ સંમેલન રદ કરવામાં આવે છે.  


તમને જણાવી દઇએ કે ઇન્દોર દર વર્ષે હોળી બાદ બજર બટ્ટૂ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. તેમાં શહેર ગણમાન્ય નાગરિક અને નેતા અલગ-અલગ વેશભૂષામાં પહોંચે છે. આ વખતે કોરોના વાયરસને લઇને એડવાઇઝરી જાહેર કર્યા બાદ કાર્યક્રમને સ્થગિત કરવો પડ્યો છે. જોકે કૈલાશ વિજયવર્ગીયએ આ વાત ત્યારે કહી જ્યારે દેશમાં લગભગ 80 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ છે. તેમાં બે લોકોના મોત નિપજ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube