Telangana: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું હજાર સ્તંભવાળુ કાકતીય રૂદ્રેશ્વર મંદિર
તેલંગણાના વારંગલ સ્થિત આ શિવ મંદિર એકમાત્ર એવુ મંદિર છે જેનું નામ તેના શિલ્પકાર રામપ્પાના નામ પર રાખવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ યૂનેસ્કોએ રવિવારે તેલંગણામાં સ્થિત કાકતીય રૂદ્રેશ્વર (રામપ્પા મંદિર) મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરી લીધું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સફળતા પર કહ્યું કે, ઉત્કૃષ્ટ! બધાને શુભેચ્છા, ખાસ કરી તેલંગણાની જનતાને. પ્રતિષ્ઠિત રામપ્પા મંદિર મહાન કાકતીય વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલ્યને પ્રદર્શિત કરે છે. હું તમને બધાને આ રામસી મંદિર પરિસરની યાત્રા કરવા અને તેની ભવ્યતાનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનો આગ્રહ કરીશ.
મહત્વનું છે કે વારંગલ સ્થિત આ શિવ મંદિર એકમાત્ર એવુ મંદિર છે જેનું નામ તેના શિલ્પકાર રામપ્પાના નામ પર રાખવામાં આવ્યું છે. ઈતિહાસ અનુસાર કાકતીય વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરાવ્યું હતું. સૌથી મોટી વાત છે કે તે કાળમાં બનેલા ઘણા મંદિર ખંઢેર સ્થિતિમાં છે, પરંતુ ઘણી આપદાઓ છતાં આ મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું નથી. આ મંદિર હજાર સ્તંભથી બનેલું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube