મહારાષ્ટ્રઃ ભાજપના કાલીદાસ કોલામ્બકરે પ્રોટેમ સ્પીકર તરીકે લીધા શપથ
રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર 28 નવેમ્બરના રોજ રાજ્ય વિધાનસભામાં બહુમત સાબિત કરે તેવી સંભાવના છે. ત્યાં સુધી તમામ ધારાસભ્યોને હોટલમાં જ રહેવા સુચના આપવામાં આવી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી અવનવા પરિવર્તન જોવા મળી રહ્યા છે. ભાજપના કાલીદાસ કોલામ્બકરે મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. તેઓ વડાલા સીટ પરથી છેલ્લી 8 ટર્મથી ચૂંટાતા આવ્યા છે.
રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર 28 નવેમ્બરના રોજ રાજ્ય વિધાનસભામાં બહુમત સાબિત કરે તેવી સંભાવના છે. ત્યાં સુધી તમામ ધારાસભ્યોને હોટલમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. જોકે, મુંબઈ અને થાણેમાં રહેતા ધારાસભ્યોને હોટલ છોડી દેવાની મંજુરી આપવામાં આવી છે.
ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લઈ શકે છે CM પદની શપથ, જયંત પાટિલ અને થોરાત બની શકે Dy CM
શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ચૂંટાયેલા ધારાસભ્યોની સંયુક્ત બેઠક સાંજે 7 કલાકે મળે તેવી સંભાવના છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ત્રણેય પાર્ટી ભેગી મળીને રાત્રે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરી શકે છે.
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામને મંજુરી આપી દીધી છે. ત્રણેય પક્ષોની સંયુક્ત મીટિંગ પુરી થયા પછી આ કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
અજિત પવારે આપ્યું રાજીનામું...જાણો સીક્રેટ મીટિંગમાં શું થયું હતું?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube