નવી દિલ્હીઃ શું ભારતમાં લાખો લોકોને લઈને ચાલતી ટ્રેનની સાથે કોઈ મોટું કાવતરું કરવામાં આવી રહ્યું છે?... આ સવાલ છેલ્લાં 1 મહિનામાં બનેલી ત્રણ-ત્રણ ઘટનાના કારણે ઉઠી રહ્યો છે... નવો મામલો ઉત્તર પ્રદેશના કાનપુરથી સામે આવ્યો... જેમાં ઘટનાની તપાસ NIA સુધી પહોંચી ગઈ છે... ત્યારે શું રેલવે દુર્ઘટના માટે સરકાર અને મેનેજમેન્ટ જવાબદાર નથી?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું દેશમાં ટ્રેન સાથે કાવતરું થઈ રહ્યું છે?
શું ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાનો પ્રયાસ કરાઈ રહ્યો છે?
શું રેલવેના પાટા પર ખતરનાક વસ્તુઓ મૂકવામાં આવી રહી છે?
શું ટ્રેન દુર્ઘટનાની વધતી સંખ્યા માટે દેશવિરોધી તત્વો જવાબદાર છે?
શું ટ્રેન દુર્ઘટના પાછળ કોઈ આતંકવાદી કનેક્શન છે?...


આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસને ટ્રેનના પાટા પર જે મળ્યું તે હોશ ઉડાવી દેનારું હતું... યુપી પોલીસ અને રેલવે પોલીસ એ જોઈને હેરાન હતી કે અનવરજંગ-કાસગંજ રેલવે ટ્રેક પર કોણ એલપીજી સિલિન્ડર મૂકી ગયું?... 


પોલીસ સિલિન્ડરની તપાસ કરી રહી હતી... ત્યારે બાજુની ઝાડીઓમાં પોલીસને પેટ્રોલ ભરેલી બોટલ, મિઠાઈના ડબ્બામાં માચીસ અને દારુગોળો મળ્યો. ડ્રાઈવરની સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકત્રિત કરવા લાગી... ત્યાં જે મળી આવ્યું તેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ... 


આ ઘટનાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પણ સોંપી દેવામાં આવી છે.. તો આ અંગે ATSએ પણ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે આ મામલાને સંયોગ નહીં પરંતુ પ્રયોગ ગણાવ્યો... 


છેલ્લાં એક મહિનામાં આ ત્રીજી ઘટના છે જ્યારે ટ્રેનને ડિરેઈલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય..ત્યારે આ રેલવે દુર્ઘટના માટે સરકાર અને મેનેજમેન્ટ જવાબદાર છે?... શું કોઈ દેશવિરોધી તત્વો આવા કાવતરા કરી રહ્યા છે?... આ તપાસનો વિષય છે.