કાલકા : કાલકા સિમલા નેરોગેજ (નાની લાઇન) રેલ્વે માર્ગ પર આગામી દસ દિવસોમાં કાચની છતવાળો વિસ્ટાડોમ કોચ દોડશે. તેમાં પ્રતિયાત્રી ભાડુ 500 રૂપિયાથી વધારે હોઇ શકે છે. આ પહેલીવાર છે જ્યારે પર્યટકો પારદર્શી છતવાળા વિસ્ટાડોમ કોચથી બરફવર્ષા અને વરસાદનો નજારો જોઇ શકશે. આ ઉપરાંત કાલકા અને સિમલા વચ્ચે રહેલી પ્રકૃતીનો આનંદ માણી શકશે. હાલના સમયે નેરોગેજ નેટવર્કમાં આ પ્રકારનાં કોચ દાર્જીલિંગ હિમાલયન રેલ્વે (ડીએચઆર)માં સંચાલીત છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં મુંબઇથી ગોવા અને વિશાખાપટ્ટનમથી અરકુ ખીણ વચ્ચે બ્રોડગેજ (મોટી લાઇન) પર પણ વિસ્ટાડોમ કોચ સંચાલિત થઇ રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પણ વિસ્ટાડોમ કોચ ચલાવવાનો પ્રસ્તાવ છે પરંતુ સુરક્ષાના કારણોથી આ યોજના અટકાવેલી છે. હાલમાં શિવાલિક એક્સપ્રેસ ડીલક્સ એક્સપ્રેસનું ભાડુ 425 રૂપિયા છે અને સૌથી ઓછુ ભાડુ 25 રૂપિયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્ટાડોમ કોચનું બાડુ 500 રૂપિયાથી વધારે હોઇ શકે છે. આ રૂટ પર ચાલતી પહેલી એસી ટ્રેન હશે. 



તમામ જુના સેકન્ડ ક્લાસનાં કોચને રિનોવેટ કરવામાં આવ્યા છે, સીટોને વધારે આરામદાયક અને ચોતરફ કાચ લગાવવામાં આવ્યા છે. જેથી તેમાં બેસનાર યાત્રી પ્રાકૃતિક છટાનો આનંદ ઉઠાવી શકે. અંબાલાના રેલ્વે ડિન ડી.સી શર્માએ જણાવ્યું કે, આ કોચની ક્ષમતા 36 યાત્રીઓને પ્રતિ કોચ લઇ જવાની ક્ષમતા છે. તેમાં ટોયલેટ, ભોજનની સુવિધા હજી સુધી નથી. આગામી દિવસોમાં ટોયલેટની સુવિધા પણ કરવામાં આવશે.