kalyan singh death: 23 ઓગસ્ટે અલીગઢમાં ગંગા કિનારે થશે કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર, UPમાં ત્રણ દિવસનો રાજકીય શોક
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, તેમના અંતિમ સંસ્કાર સોમવાર 23 ઓગસ્ટે અલીગઢમાં કરવામાં આવશે. આ દિવસે જાહેર રજા રહેશે. રવિવારે કલ્યાણ સિંહનું પાર્થિવ શરીર વિધાનભવન અને ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
લખનઉઃ અયોધ્યા આંદોલનનો અવાજ રહેલા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેમણે શનિવારે રાત્રે સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PGI) માં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 89 વર્ષના હતા. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી દેશમાં શોકની લહેર દોડી ગઈ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આ સમયમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે. મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કલ્યાણ સિંહની સ્થિતિ નાજુક જોઈને મુખ્યમંત્રીએ શનિવારે સાંજે પોતાનો ગોરખપુર પ્રવાસ પહેલા રદ્દ કર્યો અને તેઓ પીજીઆઈ હોસ્પિટલ પણ ગયા હતા. રાત્રે આશરે 9.30 કલાકે કલ્યાણ સિંહે અંતિમ શ્વાસ લીધા હતા. યોગી આદિત્યનાથ રાત્રે ફરી હોસ્પિટલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, તેમના અંતિમ સંસ્કાર સોમવાર 23 ઓગસ્ટે અલીગઢમાં કરવામાં આવશે. આ દિવસે જાહેર રજા રહેશે. રવિવારે કલ્યાણ સિંહનું પાર્થિવ શરીર વિધાનભવન અને ત્યારબાદ ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે બે કલાકે તેમનું પાર્થિવ શરીર અલીગઢ લઈ જવામાં આવશે, જ્યાં 23 ઓગસ્ટે ગંગા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ છેલ્લી ઈચ્છા અધૂરી રહી... ભવ્ય રામ મંદિરના દર્શન કર્યા બાદ દુનિયામાંથી વિદાય લેવા ઈચ્છતા હતા કલ્યાણ સિંહ
જ્યારે વિવાદિત માળખાના વિધ્વંસ બાદ છોડ્યુ હતું પદ
કલ્યાણ સિંહ 1991માં યૂપીના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ 6 ડિસેમ્બર 1992ના અયોધ્યામાં વિવાદિત માળખુ પાડી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની જવાબદારી લેતા કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે, ગમે તે થઈ જાય, તે કારસેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપશે નહીં. આ વાત તેમણે એક એવી પૃષ્ટભૂમિ પર કહી હતી, જેમાં એકવાર કારસેવકો પર ફાયરિંગ થઈ ચુક્યુ હતું અને પ્રદેશમાં તે સમયે મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. 1992માં વિવાદિત માળખુ પાડી દેવાયા બાદ કલ્યાણ સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
કલ્યાણ સિંહની યાત્રા
કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932 ના રોજ થયો હતો.
1991 માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.
કલ્યાણ સિંહ બીજી વખત 1997-99 માટે મુખ્યમંત્રી બન્યા.
કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હિન્દુત્વનો ચહેરો હતો.
બાબરી મસ્જિદ તોડવાની ઘટના 6 ડિસેમ્બર 1992 ના રોજ તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન બની હતી. ઘટના બાદ રાજીનામું આપવું પડ્યું.
2009 માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા.
26 ઓગસ્ટ 2014 ના રોજ તેઓ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા.
1999 માં ભાજપ છોડીને 2004 માં ફરી ભાજપમાં જોડાયા.
2004 માં બુલંદશહેરથી ભાજપના સાંસદ બન્યા. 2009 માં, એટાથી અપક્ષ સાંસદ બન્યા.
2010 માં કલ્યાણ સિંહે પોતાની પાર્ટી જન ક્રાંતિ પાર્ટી બનાવી.
ઉત્તરપ્રદેશના અત્રૌલી વિધાનસભામાંથી ઘણી વખત ધારાસભ્ય રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube