ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના ભાજપમાં સામેલ થવાની અટકળો એમપી કોંગ્રેસના પ્રમુખે નકારી છે. રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખ જીતૂ પટવારીએ દાવો કર્યો કે કમલનાથ સાથે તેમની ફોન વર વાત થઈ, જેમાં તેમણે (કમલનાથ) સ્પષ્ટ કર્યું કે તે કોંગ્રેસી હતા, છે અને હંમેશા રહેશે. તેમણે મીડિયામાં ચાલી રહેલી વાતોને ખોટી ગણાવી છે. મહત્વનું છે કે તાજેતરમાં છિંદવાડાથી નવ વખતના સાંસદ કમલનાથ અચાનક દિલ્હી પહોંચ્યા હતા, ત્યારબાદ અટકળો લગાવવામાં આવી કે તે પોતાના પુત્ર નકુલનાથની સાથે ભાજપમાં સામેલ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા કમલનાથના ભાજપમાં સામેલ થવાની અટકળો પર મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતૂ પટવારીએ કહ્યું- મારી કમલનાથ સાથે વાત થઈ છે, તેમણે કહ્યું કે જીતૂ મીડિયામાં ચાલી રહેલી વાતો ભ્રમ છે. હું કોંગ્રેસી હતો, છું અને રહીશ. લોકતંત્રમાં હારજીત થતી રહે છે. દરેક પરિસ્થિતિમાં તેમણે દ્રઢતાથી કોંગ્રેસના વિચારની સાથે પોતાનુંજીવન સપાર કર્યું છે અને આગળ પણ કોંગ્રેસના વિચાર સાથે અંતિમ શ્વાસ સુધી રહેશે. આ તેમની ખુદની ભાવના છે, જે તેમણે મને કહી છે. 



આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ હતું કે કમલનાથે પોતાની રાજકીય યાત્રા સૌથી જૂની પાર્ટીથી શરૂ કરી હતી અને તે તેને છોડશે નહીં. સિંહે કહ્યું કે તે અને અન્ય કોંગ્રેસ નેતા કમલનાથ સાથે સંપર્કમાં છે. રાજ્યસભા સાંસદે પત્રકારોને કહ્યું- અમે બધા કમલનાથને દિવંગત પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી (સંજય ગાંધી અને રાજીવ ગાંધી બાદ) ના ત્રીજા પુત્ર માનતા હતા. દિગ્વિજય સિંહે કહ્યુ- કમલનાથ જી હંમેશા કોંગ્રેસની સાથે રહ્યા છે. તે એક સાચા કોંગ્રેસ નેતા છે. તેમને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, એઆઈસીસી મહાસચિવ અને એમપી કોંગ્રેસ પ્રમુખ સહિત બધા પદ મળ્યા છે. તેમનું ચરિત્ર એવું છે કે તે કેન્દ્રીય એજન્સીઓ ઈડી, આઈટી કે સીબીઆઈના દબાવમાં આવશે નહીં.