નવી દિલ્હી: 28 નવેમ્બરે યોજાવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આરોપ-પ્રત્યારોપ વધતા જઇ રહ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનના દાવા પર સવાલ ઉઠાવતા ટ્વિટ પર એક ફોટો શેર કર્યો છે. શિવરાજ સિંહએ ગત વર્ષ તેમની અમેરીકાની યાત્રા દરમિયાન ત્યાં કહ્યું હતું કે મધ્ય પ્રદેશના રસ્તાઓ અમેરીકાના રસ્તાઓ કરતા પણ સારા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દાને લઇ બીજેપી નેતા પર હુમલો કરતા કમલનાથે એક ફોટો શેર કરી કહ્યું હતું કે, ‘‘મામા જીના રાજમાં ભ્રષ્ટાતારી રસ્તાઓની લાગી છે લાઇન, અને વોશિંગટન કરતા સારા અને મખમલી રસ્તાને કરી લો ઘડી, ભાજપની સામે બધાજ ભ્રષ્ટાચારના રેકોર્ડ લઇ જઇ રહ્યાં છે, મામાજી જતા જતા કહેવાતા વિકાસની ઘડી કરી સાથે લઇ જઇ રહ્યાં છે. સરસ છે’’


કમલનાથને ખરાબ રસ્તાને લઇને કરેલી આ ટ્વિટથી વિવાદ ઉભો થયો હતો. આવું એટલા માટે થયું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ટ્વિટની સાથે દેખાડવામાં આવેલો ફોટો બાંગ્લાદેશ હોવાનું કહ્યું હતું. શિવરાજને ટ્વિટ કરી કહ્યું, ‘‘આપણમા કોંગ્રેસી મિત્રોનું શું કહેવું! પહેલા દિગ્વિજય જી પાકિસ્તાનના પુલને ભોપાલ લઇને આવ્યા અને હવે કમલનાથજી બાંગ્લાદેશના રોડને મધ્યપ્રદેશ લઇ આવ્યા.’’



ટિકિટનું વિતરણ સરળ નથી
આ વચ્ચે મધ્યપ્રદેશમાં એસસી/એસટી એક્ટના મુદ્દા પર ચાલી રહેલું રાજકારણ પાર્ટીઓ માટે આ વખતે ટિકિટોનું વિતરણ સરળ નહીં હોય. કેમકે એસસી/એસટી એક્ટના મુદ્દા પર પક્ષ-પ્રતિપક્ષમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં જ સાંભળવા મળ્યું છે. આ મુદ્દાના કારણે બે નવા સંગઠન બહાર આવ્યા અને 28 નવેમ્બરે થઇ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ પરંપરાગત રૂપથી બીજેપી અને કોંગ્રેસની વોટબેંકને અસર કરવાની ક્ષમતા રાખે છે. અનામત સમુદાય અને આદિવાસી વર્ગના આ બે નવા સંગઠનોના મેદાનમાં આવવાથી જાતિના મતની વિભાજીત ચૂંટણી જંગ અને ભાષણ થચા જોવા મળી રહ્યાં છે.