નાથે પોતાના કિલ્લામાં ન ખીલવા દીધું એક પણ `કમળ`, કોંગ્રેસનો ઝંડો લહેરાવ્યો
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવતાંની સાથે જ છિંદવાડાની પણ ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશની ચૂંટણી કોંગ્રેસના મુખ્ય પ્રભારી કમલનાથનો આ સંસદીય મતવિસ્તાર છે
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ છિંદવાડા પણ ચર્ચામાં આવી ગયું છે. મધ્યપ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય પ્રભારી અને ચહેરો રહેલા કમલનાથનો આ સંસદીય મતવિસ્તાર છે. અહીં વિધાનસભાની કુલ 7 સીટ છે. સાતમાંથી 6 સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એક સીટ પર ગોંડવાના ગણતંત્ર પાર્ટીનો ઉમેદવાર આગળ છે. આ રીતે કમલનાથે પોતાના ગઢમાં ભાજપનું એક પણ 'કમળ' ખીલવા દીધું નથી.
Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અહીં 4 સીટ જીતી હતી, જ્યારે 3 કોંગ્રેસે જીતી હતી. આ સીટના નામ છે- જુન્નારદેવ, અમરવારા, ચુરાઈ, સોંસર, છિંદવાડા, પરાસિયા, પંધુરના. છિંદવાડાની ઓળખ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ સાથે થાય છે. અહીં તેમના વિકાસ મોડેલની ખૂબ જ ચર્ચા થાય છે.
છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: રમણ સિંહે સ્વીકારી હારની નૈતિક જવાબદારી, CM પદેથી આપ્યું રાજીનામું
મધ્યપ્રદેશમાં કમલનાથ પક્ષ તરફથી મુખ્યમંત્રી પદના પણ પ્રબળ દાવેદાર છે. આથી પોતાના ગઢમાં પક્ષને મોટો વિજય અપાવાને કારણે પક્ષમાં તેમની સ્થિતિ વધુ મજબૂત થશે. કમલનાથ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મુખ્યમંત્રીની સ્પર્ધામાં છે.
Madhya Pradesh Election Result LIVE: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ, જુઓ લાઈવ
છિંદવાડાની મુખ્ય બેઠકો પર અત્યાર સુધી કંઈક આવો ટ્રેન્ડ રહ્યો છેઃ
1. જુન્નાદેવ સીટઃ કોંગ્રેસના સુનીલ યુકી નજીકના ભાજપના ઉમેદવાર આશિષ ઠાકુરથી 10,000 વોટ આગળ છે.
2. ચુરાઈ સીટઃ કોંગ્રેસના ચૌધરી સુજીત મેર સિંહ ભાજપના પંડિત રમેશ દુબેથી 9,000 કરતાં વધુ વોટથી આગળ છે.
3. છિંદવાડા સીટઃ આ બેઠક પરથી કોંગ્રેસના દીપક સક્સેના ભાજપના ઉમેદવારથી 2,200 વોટથી આગળ ચાલી રહ્યા છે.
4. સૌંસર સીટઃ કોંગ્રેસના વિજય રેવનાથ ચોરે ભાજપના નાનભાઉ મોહેદથી લગભગ 3,000થી વધુ વોટથી આગળ ચાલી રહ્યા છે.
5. પરાસિયા સીટઃ કોંગ્રેસના નીલેશ પુસારામ યુકી ભાજપના ટીકારામ કોરાચીથી 23,000 વોટથી આગળ ચાલી રહ્યા છે.
7. અમરવારા સીટઃ ગોંડવાના ગણતંત્ર પાર્ટીના મનમોનહ સાહ ભાટી કોંગ્રેસના કમલેશ પ્રતાપ સાહથી 7 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે.