MP Politics: મધ્યપ્રદેશની રાજનીતિને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચારોથી સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગી શકે છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પોતાના પુત્ર નકુલનાથ સાથે મળીને આજે સાંજ સુધીમાં કેસરિયા કરી શકે છે. કમલનાથ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે. એવામાં ભાજપનું ઓપરેશન લોટસ કમલનાથે પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સુત્રોની માનીએ તો એવી પણ ખબર સામે આવી છેકે, કમલનાથ આજે સાંજ સુધીમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગે કમલનાથ અને અમિત શાહ વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ પોતાના સાંસદ પુત્ર નકુલનાથ અને તેમની સાથે કુલ 10 ધારાસભ્યો સહિત આજે સાંજ સુધીમાં વિધિવત કેસરિયા કરી લેશે એવી અટકળો તેજ બની છે. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવા અંગે અટકળો મધ્યપ્રદેશ સહિત દેશની રાજનીતિમાં એક પ્રકારે હડકંપ મચાવી દીધો છે. કારણકે, કમલનાથ વર્ષોથી કોંગ્રેસ અને ગાંધીપરિવારની ખુબ જ નજીક રહ્યાં છે. તેમને તો ઈંદિરા ગાંધીના ત્રીજા દિકરા તરીકે પણ લોકો સંબોધતા હતાં. 


એવામાં તેમના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે આ દરમિયાન નકુલનાથ સાથે કમલનાથ દિલ્હી પહોંચી ગયા છે. શનિવારે તેઓ સૌથી પહેલા છિંદવાડાથી ભોપાલ પહોંચ્યા હતા. અહીંથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થવાના નેતાઓના સવાલ પર પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે શનિવારે જબલપુરમાં કહ્યું કે જે લોકો ડરી રહ્યા છે અથવા વેચાઈ રહ્યા છે તેઓ જઈ રહ્યા છે. કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. આ દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાંસદ નકુલનાથનો બાયો બદલવાની અટકળો ચાલી રહી હતી. પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ કહ્યું કે કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ બંને ભાજપમાં જોડાશે તે લગભગ નક્કી છે.


કોણ છે કમલનાથ?
9 વખત સાંસદ તરીકે ચૂંટાયા
બહોળો રાજકીય અનુભવ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી
ગાંધી પરિવારના નજીકના નેતા
કોર્પોરેટ સેક્ટરમાં ધરાવે છે મજબૂત સંપર્ક


છિંદવાડામાં વિકાસના અનેક કાર્યો કર્યા:
યુવાનોને રોજગાર અપાવવા માટે ઘણા કામો કર્યા
સારા શાસનકર્તા તરીકે વિસ્તારમાં જાણીતા
કર્મચારીઓ સાથે સંવાદ કરવામાં હથોટી
સિસ્ટમ અને ફીડબેકના આધારે લે છે નિર્ણય


કમલનાથની નબળાઈ:
જનતાને અસર કરે તેવો સંવાદ કે સંપર્ક નહીં
રાજકીય કૌશલ અને ચતુરાઈનો અભાવ
CM કાળમાં સિંધિયા એપિસોડમાં નબળા રહ્યા
વ્યક્તિગત પરફોર્મર પણ લીડર તરીકે નિષ્ફળ
સંગઠનના નેતાઓ સાથે તાલમેલ રાખી શક્યા નહીં


કોણ છે નકુલનાથ?
21 જૂન 1974માં જન્મ થયો
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર
છિંદવાડા બેઠક પરથી સાંસદ
બોસ્ટનની બે સ્ટેટ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી
બોસ્ટન યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી


પટવારીએ કહ્યું- શું ઈન્દિરાજીનો ત્રીજો પુત્ર કોંગ્રેસ છોડી શકે છે?
કમલનાથના બીજેપીમાં જોડાવાના સમાચાર પર મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું- 'આ અહેવાલો પાયાવિહોણા છે. શું તમે સપનું પણ જોઈ શકો છો કે ઈન્દિરાજીનો ત્રીજો પુત્ર કોંગ્રેસ છોડી શકે? જેમના નેતૃત્વમાં અમે 2 મહિના પહેલા ચૂંટણી લડ્યા હતા. જેને મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો સર્વસ્વ બલિદાન આપી રહ્યા હતા, શું તે કોંગ્રેસ છોડી શકે?


કમલનાથ-નકુલનાથ જશે તો હું પણ જઈશઃ સજ્જન
પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ કહ્યું છે કે જો કમલનાથ અને નકુલનાથ ભાજપમાં જોડાશે તો હું પણ ભાજપમાં જોડાઈશ. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં હવે કોઈ માન-સન્માન બાકી નથી. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ ભાસ્કરને જણાવ્યું - કમલનાથનું જવાનું લગભગ નક્કી છે. તેઓ એકલા જઈ રહ્યા છે કે પછી તેઓ સાંસદ નકુલનાથ પણ તેમની સાથે જ રહેશે, આના પર વર્માએ કહ્યું કે બંને જઈ રહ્યા છે. કમલનાથ, તેમના સમર્થક નેતાઓ અને પોતે સાથે જવાના પ્રશ્ન પર વર્માએ કહ્યું કે અત્યારે તેઓ બંને જઈ રહ્યા છે.