લખનઉ: કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે 24 કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ (OP Singh)એ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ 2015માં અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. યુપી પોલીસના જણાવ્યાં મુજબ આ હત્યાનું કાવતરું સુરતમાં ઘડાયું. હત્યામાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ 2015માં આપેલું ભડકાઉ ભાષણ હતું. ડીજીપીએ કહ્યું કે સુરતમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ છે. કાવતરું રચવાના આરોપમાં મુફ્તિ નઈમ કાઝમી અને મૌલાના અનવારુલ હકને પણ અટકાયતમાં લેવાયા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ કોન્ફરન્સમાં ડીજીપીએ કહ્યું કે સૂચનાઓ અને કડીઓ મળ્યાં બાદ શુક્રવારે જ નાની નાની ટીમો બનાવવામાં આવી હતી. અમારી ટીમોએ તપાસમાં જાણ્યું કે આ હત્યાના તાર સુરત સાથે જોડાયેલા છે. મીઠાઈના ડબ્બાથી જે કડીઓ મળી ત્યારબાદ મેં પોતે ગુજરાતના ડીજીપી સાથે વાત કરી અને મહત્વપૂર્ણ સૂચનાઓ મેળવવા માંડી. 


સુરતમાં 3ને પકડ્યા, સઘન પૂછપરછ
તેમણે વધુમાં જણાવ્યું કે એસએસપી લખનઉ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીટવટભરી તપાસ કરી. ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો પરસ્પર તાલમેળ ખુબ મજબુત રહ્યો. સુરતથી જે ત્રણ અપરાધીઓની ધરપકડ થઈ છે તેમની સઘન પૂછપરછ ચાલુ છે. ત્રણેય શંકાસ્પદોનીમાંથી એક મૌલાના મોહસિન શેખ સલીમ (24) સાડીઓની દુકાનમાં કામ કરે છે. જ્યારે બીજો ફૈઝલ (30) જિલાની એપાર્ટમેન્ટ સુરતનો રહીશ  છે. ત્રીજી જે વ્યક્તિને પકડી છે તે રશીદ અહેમદ ખુર્શીદ અહેમદ પઠાણ (23) છે. તે દરજીનું કામ કરે છે અને કોમ્પ્યુટરનું પણ તેને સારું નોલેજ છે. તે પણ સુરતનો રહીશ છે. આ ત્રણેય ઉપરાંત વધુ બે વ્યક્તિઓની અટકાયત કરાઈ હતી પરંતુ તેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યાં. અન્ય એક અપડેટ મુજબ ગુજરાતના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ(ATS)ના DIG હિમાંશુ શુકલાએ જણાવ્યું કે અટકમાં લેવાયેલા ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબુલી લીધો છે. 


જુઓ LIVE TV



રશીદ પઠાણ માસ્ટરમાઈન્ડ
ડીજીપીએ રશીદ પઠાણને આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો. તેમણે કહ્યું કે કમલેશ તિવારીના પરિજનો દ્વારા કરાયેલી એફઆઈઆરમાં મૌલાના અનવારુલ હક અને મુફ્તી કાઝમીની શુક્રવાર રાતે જ અમારી ટીમે અટકાયત કરી અને પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ અમને જાણવા મળ્યું છે કે રશીદ પઠાણ કે જે કોમ્પ્યુટરનો જાણકાર છે અને ટેલરનું કામ કરે છે તેણે જ પ્રાથમિક યોજના ઘડી હતી. બચેલા જે શંકાસ્પદ અપરાધી છે તેમની ધરપકડ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. બિજનૌરનું કનેક્શન પણ ક્રોસ ચેક કરી રહ્યાં છે. 


બે અન્ય સંદિગ્ધો ઉપર પણ નજર
ડીજીપીએ આ ઘટનામાં અન્ય બે શંકાસ્પદોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે બે વ્યક્તિઓની પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યો છે. તેમાંથી એક રશિદનો ભાઈ છે અને બીજો ગૌરવ તિવારી છે. અમે આ બંને  ઉપર નજર રાખી રહ્યા છીએ. ગૌરવે થોડા દિવસ પહેલા કમલેશને ફોન કર્યો હતો અને સુરત સહિત અન્ય જગ્યાઓ પર ભારત હિન્દુ સમાજ માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 24 કલાકની અંદર અમારી ટીમે ગુજરાત પોલીસની મદદથી ખુલાસો કર્યો. આટલી દૂરનું કનેક્શન મળવા છતાં કોઈ ખાસ આતંકી સંગઠન સાથેની કડી મળી શકી નથી પરંતુ આમ છતાં અમે આગળ તપાસ કરીશું.