લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કમલેશ તિવારીની પત્નીને રૂ.15 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ યોગી સરકારે પરિજનોને સીતાપુરમાં એક મકાન પણ આપવાનો આદેશ બહાર પાડ્યો છે. સાથે જ યોગી સરકારે કમલેશ તિવારી હત્યાકાંડના કેસની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાનો પણ આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ કરાયા પછી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખુલાસો કર્યો હતો કે, મૃતકને પહેલા ગોળી મારવામાં આવી હતી અને પછી ધારદાર હથિયારથી 7 વખત વાર કરાયો હતો. 


કરતારપુર સાહિબનો કિસ્સોઃ ગુરૂનાનક દેવ અને રાવી નદીનો તટ, 70 વર્ષથી ચાલે છે માગણી


કમલેશ તિવારીના આરોપીઓની ધરપકડ થયા પછી જાણવા મળ્યું છે કે, અશફાક અને મોઈનુદ્દીનનો પ્લાન કમલેશ તિવારીને 20 ઓક્ટોબરના રોજ કોઈ જાહેર કાર્યક્રમમાં મારવાનો પ્લાન હતો. 20 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીનો એક જાહેર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં જ કમલેશ તિવારીની હત્યાનો પ્લાન હતો. 


કાર્યક્રમ રદ થતાં બે દિવસ પહેલા કરી હત્યા
સૂત્રો અનુસાર કાર્યક્રમમાં ફેરફાર થયા પછી કમલેશ તિવારીને બે દિવસ પહેલા 18 ઓક્ટોબરના રોજ મોતને ઘાટ ઉતારાયો હતો. કમલેશના હત્યાનો એક આરોપી અશફાક એક કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો, જ્યારે બીજો આરોપી મય્યોદીન ફૂડ ડિલિવરી બોય હતો. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....