બરેલીઃ કમલેશ તિવારી હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસના આતંકવાદ નિરોધી ટીમે બરેલીમાંથી જે મૌલવીની ધરપકડ કરી છે, તેણે સ્વીકાર્યું છે કે આરોપીઓ સાથે તેની મુલાકાત થઈ હતી. મૌલવી સૈયદ કૈફી અલી(25) બરેલીમાં એક ધાર્મિક સ્થળ સાથે જોડાયેલો છે. આરોપી મય્યોદ્દીન અને અશફ્કે 18 ઓક્ટોબરના રોજ આ ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી અને અલીને કહ્યું હતું કે, તેમણે લખનઉમાં કમલેશ તિવારની હત્યા કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને હત્યારા મૌલવી સૈયદ કૈફી અલી પાસે આશ્રય માગવા ગયા હતા. જોકે, અલીએ તેમને મદદ કરવાનો ઈનકાર કરીને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. અલીએ પોલીસને હત્યારાઓ અંગે માહિતી આપી ન હતી. હત્યારાઓએ ઉત્તરપ્રદેશ-નેપાળ સરહદ પાર કરવા માટે મૌલવીની મદદ માગી હતી. 


કમલેશ તિવારી હત્યાઃ યોગી સરકાર પત્નીને આપશે 15 લાખ અને મકાન


પોલિસના અનુસાર તિવારની હત્યારા સૌથી પહેલા શુક્રવારે લખનઉ આવ્યા હતા અને પછી એ જ રાત્રે ભારત-નેપાળ સરહદ પાર કરવા લખીમપુર ખીરી જિલ્લાના પલિયા શહેર માટે રવાના થયા હતા. જોકે ત્યાં કડક સુરક્ષાના કારણે તેઓ સરહદ પાર કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. ત્યાર પછી તેઓ એક ટેક્સી ભાડે કરીને શાહજહાંપુર માટે રવાના થયા હતા. 


પલિયાથી શાહજહાંપુર રેલવે સ્ટેશન પર હત્યાના સંખાસ્પદોને લઈ જનારા કેબ ડ્રાઈવરે પણ તેમની ઓળખ કરી બતાવી છે. ડ્રાઈવર અહેમદે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરી બતાવી છે. પોલીસે કારને પણ જપ્ત કરી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....