લખનઉઃ કમલેશ તિવારી હત્યાકાંતમાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે આ કેસમાં ફેસબુક IDની મદદથી દોસ્તી કરવા અને બેઠક ફિક્સ કરવાની વાત પણ સામે આવી છે. યૂપી પોલીસે આ કેસના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કેસનો પહેલા જ ખુલાસો કરી દીધો છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે તેમાંથી એક આરોપી અશફાકે ફેસબુક પર રોહિત સોલંકીના નામથી આઈડી બનાવ્યું હતું. આ આઇડીની મદદથી રોહિત બનેલા અશફાકે કમલેશ તિવારીનો સંપર્ક કર્યો હતો. કમલેશ તિવારી તેનો ફેસબુક ફ્રેન્ડ બની ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે પોતાના ખોટા નામ રોહિતથી કમલેશ સાથે ચેટ કરતો હતો. રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુક પર વાતચીત દરમિયાન તેણે કમલેશ પાસે મુલાકાતનો સમય માગ્યો હતો. તેનાથી સ્પષ્ટ છે કે હિંદુ સમાજ પાર્ટીના સંસ્થાપક કમલેશની હત્યાનું પ્લાનિંગ છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહ્યું હતું. રોહિત સોલંકીના નામથી બનેલી આઇડીથી જાણવા મળે છે કે આ વર્ષે 16 મેએ અશફાકે તેને બનાવ્યું હતું. 


એટલું જ નહીં તેણે ચાલાકીની સાથે આ આઈડી પર પોતાનો કોઈ ફોટો કે ઓળખ જાહેર નકરી હતી. પરંતુ તેનાથી જાણવા મળે છે કે તે સુરતમાં જ રહેતો હતો. આ સિવાય અશફાકે આ ફેસબુક આઈડીના પ્રોફાઇલ પિક તરીકે હિંદુ સમાજ પાર્ટીનું બેનર લગાવી રાખ્યું હતું, જેની ટેગલાઇન હતી, 'એક કદમ હિંદુત્વ કી ઓર.'

કમલેશ તિવારી હત્યાઃ સીએમ યોગી આદિત્યનાથી નારાજ માતાએ કહ્યું- ન્યાય ન મળ્યો તો ઉપાડીશ તલવાર


પરિવારને મળ્યા યોગી, અખિલેશે કર્યો કટાક્ષ
આ વચ્ચે રવિવારે કમલેશ તિવારીના પરિવારજનોએ યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી અને મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. બીજીતરફ વિપક્ષી નેતા અખિલેશ યાદવે આ કાંડ પર ટિપ્પણી કરતા કહ્યું કે, આશા છે કે સીએમ આવી હમદર્દી હાલમાં અન્ય જિલ્લામાં માર્યા ગયેલા લોકોના પરિવાજનો પ્રત્યે પણ દેખાડશે.