મુંબઈ: કમલેશ તિવારી હત્યાકાંડના તાર ગુજરાત અને યુપી બાદ હવે મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલા જોવા મળી રહ્યાં છે. એટીએસએ નાગપુરથી એક સંદિગ્ધને દબોચ્યો છે. આ સંદિગ્ધને અટકાયતમાં લઈને પૂછપરછ થઈ રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ગુજરાતથી ધરપકડ કરાયેલા રાશિદે કમલેશ તિવારીના મર્ડર બાદ નાગપુરના એક વ્યક્તિ સાથે વાત કરી હતી. કહેવાય છે કે તેણે હત્યાની જાણકારી આપવા માટે કોલ કર્યો હતો. આ સૂચનાને આધારે પોલીસ ટીમો તપાસ માટે નાગપુર પહોંચી ગઈ છે અને ત્યાં સૈયદ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હત્યારાઓ કમલેશ તિવારી સાથે આ મુદ્દે કરી રહ્યાં હતાં વાત!, પછી તાબડતોબ ચાકૂના 13 ઘા ઝીંક્યા


રશીદ આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. હત્યાનો પ્લાન દુબઈમાં ઘડાયો અને સુરતમાં તેની તૈયારી કરવામાં આવી. ત્યારબાદ આ પ્લાનને લખનઉમાં અંજામ અપાયો. ગુજરાત ATSએ સુરતના લિંબાયત વિસ્તારથી રશીદ, મોહસિન અને ફૈઝાનની ધરપકડ કરી છે. રશીદના કરાચી પાકિસ્તાનના કનેક્શન પણ સામે આવ્યા છે. રશીદ દુબઈની જે કંપનીમાં કામ કરતો હતો તેનો માલિક પાકિસ્તાનના કરાચીનો હોવાનો ખુલાસો થયો છે. રશીદ કરાચી ગયો છે કે નહી તે મામલે ATS પૂછપરછ કરી રહી છે. આતંકી સંગઠનને લઈને પણ ATSએ તપાસ શરૂ કરી દીધી છે. 


સુરતથી ખરીદવામાં આવેલી મીઠાઈના બોક્સના કારણે પોલીસ આરોપીઓ સુધી પહોંચી. હકીકતમાં 2015માં કમલેશ તિવારીએ મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન રશીદ પઠાણના ભાઈ મયુદિન સાથે મળીને હત્યા કરવાનું વિચાર્યું હતું પરંતુ તેઓ તેને અંજામ આપી શક્યા નહીં. 


2017માં રશીદ દુબઈ ગયો જ્યાં તે આઈટી કંપનીમાં નોકરી કરતો હતો. 2 મહિના પહેલા રશીદ સુરત આવ્યો હતો. સુરત આવ્યાં બાદ રશીદે ફરીથી કમલેશ તિવારીની હત્યાનો પ્લાન ઘડ્યો. જેના માટે તેણે તેના જ બિલ્ડિંગમાં રહેતા મૌલાના મોહસિન સાથે વાત કરી હતી. મોહસિને કહ્યું કે શરીયત અને કુરાનમાં વાઝિબ એ કત્લ કહેવાયું છે જે કહે છે કે તેમની હત્યા કરવામાં કોઈ પાપ નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...