સાંસદ કંગના રનૌતને ભારતીય જનતા પાર્ટીએ આપી ચેતવણી, કહ્યું કે, ભવિષ્યમાં આ પ્રકારનું.......
Kangana Ranaut News: ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું હતું કે આંદોલન દરમિયાન હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. બળાત્કારની ઘટનાઓ થઈ રહી હતી.
નવી દિલ્હીઃ કિસાન આંદોલન પર મંડીથી લોકસભા સાંસદ કંગના રનૌતના નિવેદન પર ભાજપે અહસમતિ વ્યક્ત કરી છે. ભાજપે એક નિવેદન જારી કરતા કંગનાને ચેતવણી આપી કે ભવિષ્યમાં તે આ પ્રકારના નિવેદન ન આપે. કંગના રનૌતે તાજેતરમાં કહ્યું હતું કે કિસાન આંદોલનમાં બળાત્કાર જેવી ઘટનાઓ થઈ રહી હતી. આ સાથે તેમને કહ્યું કે આંદોલન દરમિયાન હિંસા થઈ રહી હતી. આ નિવેદન બાદ કંગના રનૌત નિશાના પર હતા.
ભાજપના કેન્દ્રીય મીડિયા વિભાગે સોમવાર (26 ઓગસ્ટ) એ એક અખબારી યાદી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું- ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા કિસાન આંદોલનના પરિપેક્ષમાં આપવામાં આવેલું નિવેદન, પાર્ટીનો મત નથી. ભારતીય જનતા પાર્ટી કંગના રનૌતના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરે છે. પાર્ટી તરફથી, પાર્ટીના નીતિગત વિષયો પર બોલવા માટે કંગના રનૌતને ન મંજુરી છે ન તે નિવેદન આપવા માટે બંધાયેલા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી કંગના રનૌતને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે આ પ્રકારના નિવેદન ભવિષ્યમાં ન આપે. ભારતીય જનતા પાર્ટી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની સાથે સામાજિક સમરચતાના સિદ્ધાંતો પર ચાલવા માટે સંકલ્પિત છે.
કોંગ્રેસે કંગના રનૌતના નિવેદનને લઈને માફીની માંગ કરી હતી. તો કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે કોઈ સાંસદે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. તેમણે પોતાના ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ.
આ વચ્ચે ઝારખંડ મુક્તિ મોર્ચાએ કહ્યું- ભાજપ સાંસદના દેશના અન્નદાતાઓ માટે વિચાર જુઓ- કેટલી વધુ ધૃણા છે. તેના મનમાં જો કોઈ તેના મન પ્રમાણે ન બોલે, ન ખાય, ન પહેરે, ન વિચારે અને ન કાર્ય કરે. તેને દેશવાસીના રૂપમાં રોબોટ જોઈએ, જેની પાસે ખુદનું મગજ ન હોય. અને જો હોય તે તેમની જેમ ધૃણાથી ભરેલું હોય.