પટનાઃ જેએનયૂ વિદ્યાર્થી પરિષદના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર બેગૂસરાયથી સીપીઆઈના ઉમેદવાર તરીકે મહાગઠબંધન (આરજેડી, કોંગ્રેસ, હમ અને એનસીપી)ના સહયોગથી 2019માં લોકસભાની ચૂંટણી લડશે. સીપીઆઈના રાજ્ય સચિવ સત્યનારાયણ સિંહે જણાવ્યું કે, તેમની પાર્ટી સહિત તમામ વામ દળ ઈચ્છે છે કે કન્હૈયા કુમાર બેગૂસરાયથી 2019માં લોકસભાની ચૂંટણી લડે. તેમણે કહ્યું કે, આરજેડી કોંગ્રેસ જેવા પક્ષો પણ ઈચ્છે છે કે તે ચૂંટણી મેદાનમાં ઉતરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની આ સંબંધમાં સહમતિ આપવાની ચર્ચા વિશે સત્યનારાયણે કહ્યું કે, પૂર્વમાં તેમની સાથે થયેલી ચર્ચા દરમિયાન તેઓ એક સીટ કન્હૈયા કુમાર માટે છોડવા માટે તૈયાર હતા. તેમણે જણાવ્યું કે, તેની પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીમાં બિહારની છ સીટો પર લડવાનો નિર્ણય કર્યો છે પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પક્ષો સાથે ચર્ચા બાદ લેવામાં આવશે. જે છ સીટો પર સીપીઆઈ પોતાના ઉમેદવાર ઉતારવા ઈચ્છે છે તેમાં બેગૂસરાય, મધુબની, મોતિહારી, ખગડિયા, ગયા અને બાંકા સામેલ છે. 


સત્યનારાયણે કહ્યું કે, કન્હૈયા ચૂંટણી લડવા માટે રાજી છે. તેમણે કહ્યું કે, કન્હૈયા બેગૂસરાયથી માકપાના ઉમેદવાર હોવા પર મહાગઠબંધનના પક્ષો આરજેડી, કોંગ્રેસ હમ સેક્યુલર અને રાકાંપા તથા અન્ય વામદળોનું સમર્થન પ્રાપ્ત હશે. 



કન્હૈયા બેગૂસરાય જિલ્લાની બરૌની પ્રખંડ અંતર્ગત બિહટ પંચાયતનો મૂળ નિવાસી છે જ્યારે તેમની માતા એક આંગણવાડીમાં સેવિકા તથા તેમના પિતા કિસાન છે. ક્યારેય વામપંથિઓનો ગઢ મનાતા બેગૂસરાયથી વર્તમાનમાં સાંસદ ભાજપના વરિષ્ઠ નેતા ભોલા સિંહ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આરજેડી ઉમેદવાર તનવીર હસન બીજા તથા સીપીઆઈ ઉમેદવાર રાજેન્દ્ર પ્રસાદ સિંહ જેડીયૂના સમર્થનથી ત્રીજા સ્થાને રહ્યાં હતા.