ચૂંટણી સમયે દેશવાસીઓને સાચા મુદ્દાઓથી ભટકાવવામાં આવી રહ્યા છે : કનૈયા
જવાહરલાલ નેહરૂ યુનિ.નાં પુર્વ વિદ્યાર્થી સંગઠન અધ્યક્ષ કન્હૈયા કુમારે કહ્યું કે હાલનાં સમયમાં દેશવાસીઓનાં વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવવામાં આવી રહ્યા છે
ભોપાલ : જવાહરલાલ નેહરૂ યુનિ.નાં પુર્વ વિદ્યાર્થી સંગઠન અધ્યક્ષ કન્હૈયા કુમારે અહી કહ્યું કે હાલનાં સમયમાં દેશવાસીઓનાં વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવવામાં આવી રહ્યા છે. દેશ અને પ્રદેશનાં જનસંગઠનો દ્વારા અહીં આયોજીત ભોપાલ જન ઉત્સવમાં હિસ્સો લેવા માટે આવેલા કનૈયા કુમારે સોમવારે યુવાનો સાથે સંવાદ કરતા હાલનાં સમયમાં દેશની પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંન્યાસીનાં રાજસત્તા સંભાળવાની અને અયોધ્યામાં રામમંદિર બનાવવાની.
કનૈયાએ કહ્યું કે, સત્તામાં ભાજપનાં વિકાસનાં મુદ્દે આવી હતી. વડાપ્રધાન મોદી દર સમયે ગુજરાતનાં મોડેલની ચર્ચા કરે છે, પરંતુ આ વાતની માહિતી ઘણા ઓછા લોકોને હશે કે, ગુજરાતમાં 22 વર્ષનું દેવું 6 હજાર કરોડથઈ વધીને 2.06 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. બીજી તરફ ગરીબી રેખાથી નીચેનાં પરિવારોની સંખ્યા 21 લાખથી વધીને 47 લાખ થઇ ચુકી છે. બીજી તરફ ગુજરાત મોડેલ વડાપ્રધાન મોદીનાં મનની વાતની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાનાં મનની વાતમાં ક્યારે પણ ખેડૂત, મજુર, દલિત, આદિવાસી, પછાત, મહિલાની વાત ક્યારે પણ કરવામાં આવતી નથી.
આધારકાર્ડને ફરજીયાત કરવા પર મજાકીયા અંદાજમાં તેમણે કહ્યું હતું કે, તેમને આધારકાર્ડ સાથે પ્રેમ છે. ગાયનું પણ આધારકાર્ડ બનાવી દેવામાં આવ્યુ. ગરીબ રેશન લેવા જાય તો તેનાં માટે આધારકાર્ડ ફરજીયાત, પરંતુ પાર્ટીને ફંડ આપવુ હોય તો ફરજીયાત નથી. માહિતીનાં અધિકાર દરેક ક્ષેત્રમાં લાગુ થશે પર પાર્ટી ફંડનાં ક્ષેત્રમાં નહી.