Video: ઉદયપુર કાંડના આરોપીની કોર્ટમાં હાજરી વખતે ધોલાઇ, કોર્ટે NIA કસ્ટડીમાં મોકલ્યા
NIA અને ATS ની એક ટીમે ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની નૃશંસ હત્યાના ચારેય આરોપીઓને જયપુરની એક કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટમાં રજૂ કરતાં પહેલાં આરોપીઓને લઇને પોલીસ ટુકડી એટીએસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાર્યાલય પહોંચી.
kanhaiya Lal Murder Case Update: NIA અને ATS ની એક ટીમે ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની નૃશંસ હત્યાના ચારેય આરોપીઓને જયપુરની એક કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટમાં રજૂ કરતાં પહેલાં આરોપીઓને લઇને પોલીસ ટુકડી એટીએસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાર્યાલય પહોંચી.
એનઆઇએએ પુરાવા એકઠા કર્યા
અહીં એનઆઇએની ટીમે એટીએસ પાસેથી તમામ પુરાવા જમા કરાવ્યા. ત્યારબાદ દરજી કન્હૈયા લાલ હત્યાકાંડના બે મુખ્ય આરોપીઓ મોહમંદ રિયાઝ અખ્તરી, ગૌસ મોહમંદ અને તેમના સાથી આસિફ અને મોહસિનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુરક્ષાના કારણોથી કોર્ટ અને શહેરના વિદ્યારોમાં વધારાની પોલીસ ગોઠવવામાં આવી હતી.
બે આરોપીઓ સાથે થઇ મારઝૂડ
જોકે આ દરમિયાન કોર્ટ પરિસરમાં બે આરોપીઓની સાથે ગાળાગાળી અને જોરદાર મારઝૂડ થઇ. આ દરમિયાન વકીલોને આરોપીના વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરી અને બંને આરોપીઓ સાથે મારઝૂડ કરી. આ દરમિયાન સુરક્ષા ઘેરાને પણ તોડવામાં આવ્યો. આરોપી પર પાણીની બોટલો ફેંકવામાં આવી. વકીલોએ ભારત માતા કી જય. દેશના ગદ્દારોને ફાંસી આપો, રાજસ્થાન પોલીસ એન્કાઉન્ટ કરો, અમે તમારી સાથે છીએના નારા લગાવ્યા.
Nupur Sharma Case: પૈગંબર મોહમંદ પર નૂપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં થઇ આ 5 મોટી ઘટનાઓ
ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડના કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. દેશ હત્યારાઓ માટે ફાંસીની સજાની માંગણી કરી રહ્યો છે. આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદયપુર હત્યાકાંડના સાક્ષીએ ઝી મીડિયા સાથે વાત કરી. હત્યાકાંડના સાક્ષીએ આંખોદેખી ઘટના જણાવી છે. આ સાક્ષીએ દુકાનામાં ઘૂસીને કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો તે આખી વાત રજૂ કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube