લખનઉ : કોરોના સંક્રણ મુદ્દે સમાચારોમા છવાયેલી રહેલી કનિકા કપુરે લોકોની મદદ માટે આગળ આવી છે. તેણે કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે તેમણે કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટી (KGMU) ના કુલપતિનો સંપર્ક કર્યો છે. કેજીએમયુ કુલપતિએ કનિકા કપુરનાં પ્લાઝમા ડોનેટની ઇચ્છા અંગે પોતાની સંમતી વ્યક્ત કરી છે. જો કે હાલ તે નક્કી થઇ થઇ શક્યું કે, તે ક્યારે પ્લાઝમાં ડોનેટ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના અંગે PM મોદીની મંત્રીઓ સાથે બેઠક, Lockdown ખોલવા અંગે રાજ્યો રણનીતિ બનાવે

અત્રે ઉલ્લેખનીય છે કે, કનિકાની વિરુદ્ધ લખનઉની સરોઝીની નગર પોલીસે કેસ દાખલ કર્યો છે. તેને 30 એપ્રીલે નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશ બોલાવવામાં આવી છે. તેના માટે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેને તેણે પોતે રિસિવ કરી હતી. કનિકા કપુર વિરુદ્ધ સરોઝીની નગરમાં બેદરકારીનાં કારણે કોરોના ફેલાવવા મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર કલમ 188, 269 અને 270 લગાવવામાં આવી છે. 


મોદી સરકારનો કડક નિર્ણય: ચીન પરત મોકલાશે ખરાબ કિટ, કોઇ ચુકવણી નહી થાય

પોતોના પર લાગેલા આરોપ અંગે કનિકાએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી નથી. તેણે લખ્યું હતું કે, યુકેથી આવ્યા બાદ જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેને Covid 19 ના કોઇ પણ લક્ષણ મળ્યા નથી. તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 10 માર્ચે યુકેથી પરત મુંબઇ આવી અને મને ઇન્ટરનેશલ એરપોર્ટ પર તપાસવામાં પણ આવી. તે સમયે કોઇ એવી એડ્વાઇઝરી નહોતી જેમાં કહેવાયું હોય કે, ક્વોરન્ટિન રહેવું. મારામાં કોઇ લક્ષણ નહોતા. માટે હું ક્વોરન્ટિન ન રહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube