નવી દિલ્હીઃ Delhi Girl Accident: દિલ્હીના કંઝાવલા કેસમાં બુધવાર (4 જાન્યુઆરી) વધુ એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફુટેજ દુર્ઘટનાની જગ્યાથી 150 મીટરની દૂર છે. સીસીટીવીમાં પીડિતાની મિત્ર નિધિ (Nidhi) દુર્ઘટના બાદ ત્યાંથી ભાગતી જોવા મળી રહી છે. જેમાં ટાઇમ રાત્રીના 2 કલાક 2 મિનિટનો જોવા મળી રહ્યો છે. કંઝાવલા કાંડમાં મૃત્યુ પામેલી 20 વર્ષીય ઇંજલી સિંહ (Anjali Singh) સાથે દુર્ઘટના સમયે સ્કૂટી પર સવાર યુવતિ નિધિ હતી, જેની દિલ્હી પોલીસે ઓળખ કરી મંગળવારે નિવેદન લીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું હતું કે યુવતી અંજલિની મિત્ર છે અને દુર્ઘટનામાં તેને થોડી ઈજા થઈ છે, જ્યારે કારની નીચે આશરે 12 કિલોમીટર સુધી ઢસળાયા બાદ અંજલિનું મોત થઈ ગયું હતું. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (કાયદો-વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે તે (મૃતકની મિત્ર) ડરી ગઈ હતી અને દુર્ઘટના બાદ ત્યાંથી ભાગી ગઈ હતી. 


Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક DNA રિપોર્ટ આવ્યો, હવે થશે પોસ્ટમોર્ટમ


દુર્ઘટના બાદ ભાગી ગઈ હતી નિધિ
નિધિએ કહ્યું કે આરોપીઓને ખબર હતી કે નીચે યુવતી ફસાયેલી છે પરંતુ તેણે કાર રોકી નહીં. નિધિએ તે પણ દાવો કર્યો કે દુર્ઘટના સમયે અંજલિ નશામાં હતા અને વાહન ચલાવવાની જીદ કરી રહી હતી. આ વાતને લઈને હોટલની બહાર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. નિધિએ કહ્યું કે આ દુર્ઘટના બાદ હું ડરી ગઈ હતી અને પછી ત્યાંથી ભાગી ગઈ હતી. નોંધનીય છે કે આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે અને પાંચેય પોલીસ કસ્ટડીમાં છે. અંજલિ સિંહના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube