Delhi Kanjhawala Case: અંજલિ મોત કેસમાં પોલીસક્રમીઓ પર થશે કાર્યવાહી, ગૃહમંત્રાલયને સોંપાયો રિપોર્ટ
Delhi Kanjhawala Case: કંઝાવલા કેસમાં દિલ્હી પોલીસે ગૃહમંત્રાલયને તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં ઘણા પોલીસકર્મીઓ પર કાર્યવાહીની વાત કહેવામાં આવી છે.
નવી દિલ્હીઃ Delhi Kanjhawala Case: દિલ્હીના કંઝાવલા કેસમાં પોલીસે ગૃહ મંત્રાલયે ગુરૂવાર (12 જાન્યુઆરી) ને તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે ઘટનાસ્થળની આસપાસ વર્તમાન ત્રણ પોલીસ પીસીઆર અને બે પોલીસ પિકેટ પર તૈનાત પોલીસકર્મીઓને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહીની પણ ભલામણ કરવામાં આવી છે. ભલામણ સ્વીકારીને ગૃહ મંત્રાલયે પોલીસને કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આ સિવાય રિપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે જે તે વિસ્તારના સુપરવાઈઝર સામે શિથિલતાના કારણે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે અંજિલ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે ઝડપી ટ્રાયલ ચલાવવા માટે પણ કહ્યું છે. અંજલિ સિંહના સ્કૂટરને ટક્કર માર્યા બાદ એક કાર તેને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી લગભગ 12 કિલોમીટર સુધી ખેંચી ગઈ. આ ઘટનામાં પીડિત મહિલાનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ પેટ્રોલ પંપ પર નથી મળતી આ સુવિધાઓ તો કરો ફરિયાદ, થઈ શકે છે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ
આ લોકોની થઈ ધરપકડ?
દિલ્હી પોલીસે આ કેસમાં પહેલા દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), કૃષ્ણ મિથુન (27) અને મનોજ મિત્તલની ધરપકડ કરી હતી. બાદમાં બે લોકો આશુતોષ અને અંકુશ ખન્નાની આરોપીઓનો બચાવ કરવાના આરોપમાં પકડવામાં આવ્યા હતા.
અંજલિની સાથે હાજર નિધિ શું બોલી?
મૃતક અંજલિની સાથે અંતિમ સમયમાં સ્કૂટી પર નિધિ હાજર હતી. તેણે જણાવ્યું કે અકસ્માતવાળી રાત્રે કારે સ્કૂટીને ટક્કર મારી અને પછી અંજલિને કાઢવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યાં બાદ આરોપીઓ તેને ઢસડીને લઈ ગયા હતા. નિધિ એક સાઇડમાં પડી ગઈ હતી. ત્યારબાદ તેને સવાલ કરવામાં આવ્યો કે તેણે પોલીસને ઘટનાની જાણ કેમ ન કરી તો નિધિએ જવાબ આપ્યો કે તે ડરી ગઈ હતી.
આ પણ વાંચોઃ દિલ્હી-પુણે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બની આશંકા, એરપોર્ટ હાથ ધરાયું સર્ચ ઓપરેશન
નિધિએ તે પણ જણાવ્યું કે અંજલિએ હોટલમાં ચાલી રહેલી નવા વર્ષની પાર્ટીમાં ડ્રિંક કર્યું હતું. આ કારણે તેને સ્કૂટી ચલાવવાની ના પાડી હતી, પરંતુ તે માની નહીં અને અમારી વચ્ચે લડાઈ થઈ હતી. તેના પર અંજલિના માતાએ કહ્યું કે તે નિધિને જાણતી નથી. તેના બધા નિવેદન પાયાવિહોણા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube