Gyanvapi Masjid Controversy: BJP MLA નું વિવાદિત નિવેદન, કહ્યું- `અમે 3 મંદિર માંગ્યા હતા, તમે ન માન્યા, હવે...`
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ દરમિાયન કાનપુરના બિઠુરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું.
MLA Abhijeet Singh Sanga Controversial Statement: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ દરમિાયન કાનપુરના બિઠુરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંહ સાંગાએ એક વિવાદિત નિવેદન આપ્યું. અભિજીત સાંગાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. તેમણે મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર નિવેદન આપ્યું.
ભાજપના વિધાયક અભિજીત સિંહ સાંગાએ એક ટ્વીટ કરી જેમાં લખ્યું છે કે દુર્યોધને પાંચ ગામ નહતાં આપ્યા અને તેમણે આખું સામ્રાજ્ય ગુમાવવું પડ્યું હતું. અમે ત્રણ મંદિર માંગ્યા હતા અને તમને ન માન્યા. હવે તૈયાર રહો, બધા મંદિર પાછા લઈશું. અત્રે જણાવવાનું કે ભાજપના આ ધારાસભ્ય અભિજીત સિંહ સાંગા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube