કાનપુર: ઉત્તર પ્રદેશમાં કાનપુર એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સીઓ બિલ્હૌર દેવેન્દ્ર મિશ્રાનો ચૌબેપુર પોલીસ સ્ટેશનના એસઓ વિનય તિવારી વિરુદ્ધ એસએસપીને લખાયેલો પત્ર તપાસમાં સાચો ઠર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તપાસ માટે કાનપુર મોકલવામાં આવેલા લખનઉ રેન્જના આઈજી લક્ષ્મી સિંહ બુધવારે લખનઉ પાછા ફર્યા અને તપાસ રિપોર્ટ ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીને સોંપી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લક્ષ્મી સિંહે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે તપાસમાં અને CO કાર્યાલયના સ્ટાફની પૂછપરછ કરી તો ખબર પડી કે સીઓ દ્વારા એસએસપીને લખાયેલો પત્ર અસલી છે. સીઓ બિલ્હૌર દેવેન્દ્ર મિશ્રાના કોમ્પ્યુટરમાં આ પત્ર મળી આવ્યો અને આ પત્રને કાર્યાલયમાં તૈનાત એક મહિલા પોલીસકર્મીએ ટાઈપ કર્યો હતો. કોમ્પ્યુટર ઓપરેટરથી લઈને સ્ટાફ સુદ્ધાએ એસએસપીને મોકલવામાં આવેલા આ પત્રની પુષ્ટિ કરી છે. આઈજી લક્ષ્મી સિંહે આ પ્રકરણને વધુ ગંભીરતાથી લઈને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની પણ રજુઆત કરી છે. 


અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા જ્યારે આ પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો ત્યારે એસએસપી કાનપુર દિનેશકુમારે આવો કોઈ પણ પત્ર કાર્યાલયમાં હોવાની જાણકારીથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. 


જુઓ LIVE TV



હવે તપાસમાં આ પત્ર સાચો નીકળ્યો છે. તો એ વાતની પણ તપાસ થવી જોઈએ કે એસએસપી ઓફિસથી આ પત્રને કોણે ગાયબ કરાવ્યો અને આ પત્ર પર પૂર્વ એસએસપીએ કોઈ કાર્યવાહી કેમ કરી નહીં.