શ્યામ તિવારી, કાનપુર: કાનપુર પોલીસ કમિશનર અસીમ અરુણની છબી એક કડક ઓફિસર તરીકેની છે. પરંતુ આ વખતે કાનપુર  પોલીસ કમિશનર એક નવા કારણસર ખુબ ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ચકેરીમાં એક વૃદ્ધ દંપત્તિને ઘરમાંથી બહાર કાઢી મૂકનારા પુત્ર-પુત્રવધુને પોલીસ કમિશનરે બરાબર પાઠ ભણાવ્યો. એવો આરોપ છે કે પુત્ર અને પુત્રવધુએ વૃદ્ધ માતા પિતાને વિવાદ બાદ મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. પોલીસ સ્ટેશન અને ચોકીના ચક્કર કાપીને પરેશાન થયેલા દંપત્તિ સીધા પોલીસ કમિશનર પાસે પહોંચી ગયા. 


પોલીસ કમિશનરે પાઠ ભણાવ્યો
ત્યારબાદ પોલીસ કમિશનર પોતે વૃદ્ધ દંપત્તિ સાથે તેમના ઘરે પહોંચ્યા. તેમણે વૃદ્ધ દંપત્તિને તેમના ઘરે પહોંચાડી અને મારપીટના આરોપના પગલે તેમણે પુત્ર અને વહુની ધરપકડ કરાવીને શાંતિભંગની કાર્યવાહી કરાવી. એટલું જ નહીં તેમણે વૃદ્ધ દંપત્તિની સુરક્ષા માટે તેમના ઘરે પોલીસકર્મીઓ પણ તૈનાત કર્યા. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube