રામ મંદિરથી ચર્ચામાં આવ્યા હતા `કાર સેવક` જાણો તેનો અર્થ અને ઓળખ
હંમેશા રામ મંદિરનું નામ આવતા કાર સેવક શબ્દ ચર્ચામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ શબ્દનો શું અર્થ છે અને પ્રથમવાર તેનો ઉપયોગ ક્યારે થયો હતો.
નવી દિલ્હીઃ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. જેના માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. 495 વર્ષ જૂના રામ મંદિર પછી એક શબ્દ ખૂબ ચર્ચામાં આવ્યો અને તે છે 'કાર સેવક'. વિવાદિત ઢાંચાને તોડવા માટે જ્યારે 2 લાખથી વધુ લોકો અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમને 'કાર સેવક' નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1990માં 23મી જૂને સંત સંમેલનમાં પહેલીવાર આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે તેમને કાર સેવક કેમ કહેવામાં આવે છે અને કાર સેવકનો અર્થ શું છે. જો નહીં તો અમને આ વાર્તામાં જણાવો.
શું હોય છે કાર સેવકનો અર્થ?
ભારતીય ઈતિહાસમાં 6 ડિસેમ્બરનો દિવસ મહત્વનો છે. 1992માં આ દિવસે બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ કારસેવક શબ્દ ખુબ ચર્ચામાં રહ્યો હતો. કહેવામાં આવે છે કે હજારો કારસેવકોએ રામ મંદિર આંદોલન હેઠળ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કાર સેવક મૂળરૂપથી સંસ્કૃત શબ્દ છે. તેમાં કારનો અર્થ થાય છે કર એટલે કે હાથ અને સેવકનું તાત્પર્ય છે સેવા કરનાર. કાર સેવાના મોટા ભાગના મામલામાં લોકો નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે. ધાર્મિક મામલામાં લોકો આ રીતે સેવા કરે છે. અંગ્રેજીમાં તે માટે વોલેન્ટિયર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તેનો અર્થ છે કે જે લોકો નિઃસ્વાર્થ ભાવથી સેવા અને ધર્મની રક્ષા માટે પગલા ભરે છે તેને કારસેવક કહેવાય છે.
આ પણ વાંચોઃ ભક્તો ક્યારથી કરી શકશે રામલલાના દર્શન, જાણો અયોધ્યા મંદિરમાં દર્શન અને આરતીનો સમય
જલિયાવાલા બાદ દરમિયાન ચર્ચામાં આવ્યો હતો આ શબ્દ
કારસેવા શબ્દ શીખ ધર્મના ગ્રંથોમાં પણ ઘણી જગ્યાએ આવ્યો છે. કહેવામાં આવે છે કે શીખ ધર્મનું આ શિક્ષણ છે. ઉધમસિંહે જલિયાવાલા બાગ દરમિયાન કાર સેવા કરી હતી. સ્વર્ણ મંદિરનું નિર્માણ પણ કાર સેવાથી થયું હતું.