નવી દિલ્હી : ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જૌહરનો ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સીઝન 6 ધમાકેદાર રહી છે. આ સીઝનમાં અનેક સેલિબ્રિટીઝે પોતાના ફેન્સ સામે અનેક ખુલાસા કર્યાં છે. આ લિસ્ટમાં હવે બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેંડનેકર પણ નજર આવવાના છે. સ્ટાર વર્લ્ડ ઈન્ડિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકુમાર રાવ બિન્દાસ્ત કરણના સવાલનો જવાબ આપતા નજરે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોના પ્રોમોનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કરણ જૌહર વાતચીત દરમિયાન રાજકુમાર રાવને પૂછે છે કે, જો તને તક મળે તો કયા એક્ટર સાથે ગેનું પાત્ર ભજવવા માંગીશ? આ સવાલના જવાબમાં રાવે કહ્યું કે, બોમ્બે વેલવેટ બાદ તમે કોઈ ફિલ્મ નથી કરી રહ્યા ને? તો તરત કરણ બોલ્યો કે, હુ સફળ એક્ટરની વાત કરી રહ્યો છું. જુઓ આ વીડિયો...



આ પ્રોમોમાં કરણના સવાલોનો રાવ હાજરજવાબી થઈને જવાબ આપી રહ્યો છે. કહેવામાં આવી શકાય છે કે, ફિલ્મી દુનિયાની આ બંને હસ્તીઓની વચ્ચે ઉમદા કેમેસ્ટ્રી છે.


આ વીડિયોમાં કોઈ વાતને લઈને કરણ જૌહર રાજકુમાર રાવને પોતાના કપડા અને એસેસરીઝની કિંમત ગણાવતા નજર આવ્યા હતા. પોતાના શૂઝને બતાવતા કરણ કહે છે કે, આ તારી સ્કૂલની ફી બરાબર છે. પોતાનું જેકેટ બતાવીને તે રાજકુમાર રાવને કહે છે કે, આ જેકેટ તમે ઈએમઆઈ એટલે કે હપ્તા પર ખરીદી શકશે. આ સાંભળીને હાજરજવાબી રાવે હાથનો પંજો બતાવીને કહ્યું કે, શું તમે જાણો છો કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બરાબર છે. આ સાંભળીને બાજુમાં બેસેલી ભૂમિ પેંડનેકર પોતાને હસતુ રોકી ન શકી.