નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાહુલના રાજીનામા પછી કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હાલ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે તો બીજી તરફ અનેક મોટા નેતાઓએ પાર્ટીના વિવિધ પદ પરથી રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીના અંદર હાલ નવો અધ્યક્ષ કોણ બનશે તેના અંગે વિવિધ અટકળો લગાવાઈ રહી છે. 


આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક એવા કર્ણ સિંહે માગણી કરી છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક તાત્કાલિક બોલાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે, નવા પાર્ટી અધ્યક્ષની પસંદગીથી માંડીને ચૂંટણીની રણનીતિ અંગે જો કોઈ ચર્ચા થાય તે બેઠકની અધ્યક્ષતા મનમોહન સિંહને સોંપવી જોઈએ. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...