ભોપાલ: લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશના ભોપાલના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્દ્ર સિંહે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માંગણી કરી હતી કે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે. કોર્પોરેટરની એવી દલીલ હતી કે કરીના કપૂર ખાનને ઉમેદવાર બનાવવાથી ભાજપના આ ગઢમાં કોંગ્રેસ જીત મેળવી શકશે. આ અંગે ભોપાલ નગર નિગમના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્દ્ર સિંહે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. તેઓ ગુડ્ડુના નામથી મશહૂર મધ્ય પ્રદેશના નજસંપર્ક મંત્રી પી સી શર્માના નજીકના ગણાય છે. ચૌહાણે પોતાના પત્રમાં લખ્યું છે કે 2019ની ચૂંટણી આપણા માટે મહત્વપૂર્ણ છે. ભોપાલ લોકસભા બેઠક પર વર્ષોથી સતત ભાજપનો કબ્જો છે. આથી આ બેઠક માટે કરીના કપૂર યોગ્ય ઉમેદવાર સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેતા અનિલ કપૂરે વડાપ્રધાન મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું? 


આ બાજુ કરીના કપૂરે આ અંગે જવાબ આપી દીધો છે. કરીના કપૂરે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચૂંટણી લડવાના અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. કોઈ પણ પાર્ટીએ ચૂંટણી લડવા અંગે મારો એપ્રોચ કર્યો નથી. કરીનાએ કહ્યું કે હાલ તો તેનું ધ્યાન માત્ર ફિલ્મો પર છે, રાજકારણ પર નહીં. 


અત્રે જણાવવાનું કે કરીના પટૌડી ખાનદાનની પુત્રવધુ છે અને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિય છે. જેને લઈને કરીનાને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની માંગણીઓ થઈ રહી છે. ભોપાલ બેઠક ભાજપનો ગઢ છે. છેલ્લા 30 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. ભાજપે આ બેઠક પહેલીવાર 1989માં જીતી હતી અને ત્યારબાદ સતત આઠ વર્ષથી આ બેઠક ભાજપ જીતે છે. કરીના ભોપાલના નવાબ અને વંશજ તથા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટોડીની પુત્રવધુ છે. કરીનાના લગ્ન બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે થયા છે. 


1989માં આ બેઠક હાર્યા બાદ કોંગ્રેસે કરીના કપૂરના સસરા મંસૂર અલી ખાન પટોડીને પણ 1991માં ભોપાલ બેઠકથી ઉમેદવાર બનાવ્યાં હતાં. પરંતુ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, ક્રિકેટર કપિલ દેવની સાથે સાથે પત્ની તથા બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર જેવી હસ્તીઓના મબલક પ્રચાર છતાં ભાજપ પાસેથી બેઠક છીનવી શક્યા નહતાં. ત્યારે તેમને ભાજપના સુશીલચંદ્ર વર્માએ એક લાખથી વધુ મતોથી હરાવ્યાં હતાં.