નવી દિલ્હી: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પ્રસ્તાવિત કારગિલ પ્રવાસ રદ થયો છે. ખરાબ હવામાનના કારણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આ પ્રવાસ રદ થયો. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બારામુલ્લા યુદ્ધ સ્મારક પહોંચ્યા. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન સાથે થયેલા આ યુદ્ધના શહીદોને યાદ કર્યા અને કહ્યું કે તેમની બહાદુરી દરરોજ દેશવાસીઓને પ્રેરિત કરે છે. 


પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ, તેમની બહાદૂરીને યાદ કરીએ છીએ। આજે કારગિલ વિજય દિવસના અવસરે આપણે એ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જેમણે દેશની રક્ષા કરતા કારગિલમાં પોતાની જાતને ન્યૌછાવર કરી દીધી. તેમની બહાદૂરી આપણને દરરોજ પ્રેરણા આપે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube