નવી દિલ્હી: કારગિલ વિજય દિવસના 26 જુલાઈના રોજ 20 વર્ષ પૂરા થયા. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે 1999માં કારગિલની પહાડીઓ પર આપણી સશસ્ત્ર સેનાઓના પરાક્રમ પ્રત્યે રાષ્ટ્ર કૃતજ્ઞતા પ્રગટ કરે છે. આપણે દેશની રક્ષા કરનારા તે વીરોના શૌર્યને સલામ કરીએ છીએ, જે નાયક પાછા નથી  ફરી શક્યા તેમના પ્રત્યે હંમેશા ઋણી રહીશું. જય હિન્દ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૌર્યના 20 વર્ષ: કારગિલ યુદ્ધ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ યુદ્ધ


આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું કે 1999માં મને ત્યાં જવાની તક મળી હતી. તે વખતે જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં પાર્ટીનું કામ કરતો હતો. તે વખતે કારગિલ જવું અને ત્યાં સૈનિકો સાથે વાતચીત કરવી એ અવિસ્મરણિય અનુભવ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...