Terrorist caught from Karnal: કરનાલ પોલીસે ગુરૂવારે સવારે મધુબન પોલીસ મથક ક્ષેત્રના નેશનલ હાઇવે સ્થિત બસતાડા ટોલ પ્લાઝા પાસેથી એક ઇનોવા કારમાં ચાર યુવકોની ધરપકડ કરી છે. આ ચારેય યુવક આતંકવાદી ગતિવિધિઓમાં લુપ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ મામલે પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે. બોમ્બ સ્ક્વોડની ટીમ તથા અન્ય એજન્સીઓ તપાસમાં લાગી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર મામલે કેસની તપાસ દરમિયાન બોમ્બ સ્ક્વોડની ટુકડી બોલાવવામાં આવી છે. આતંકવાદીઓને પકડ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લોકો કોઇપણ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે. 


શંકાસ્પદોની થઇ ઓળખ
શંકાસ્પદ આતંકવાદીઓના નામ ગુરપ્રીત સિંહ, અમનદીપ, ભૂપેન્દ્ર અને પરમિંદર છે. ચારેય સંદિગ્ધ પંજાબના ફિરોજપુર અને લુધિયાણાના રહેવાસી છે. કરનાલ પોલીસને સૂચના મળી હતી કે આ ચારેય આતંકવાદી પંજાબ તરફથી કરનાલમાં દાખલ થવાના છે જે એક ઇનોવા કારમાં સવાર છે તેમની પાસે હથિયાર પણ છે. પોલીસે હવે તે શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે ચારેય આતંકવાદી કોના કહેવા અપ્ર અને ક્યાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા માંગતા હતા. આ શંકાસ્પદોમાં ત્રણ ફિરોજપુર અને એક લુધિયાણાનો રહેવાસી છે. જાણકારી અનુસાર આ તમામ શંકાસ્પદો આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા (Babbar Khalsa) સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube