નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આજે 70 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચે કહ્યું કે 2013માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 71.4 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી અધિકારીઓ અનુસાર સૌથી વધુ મતદાન ચિકબલ્લાપુરા અને રામનગરમાં 76 ટકા જ્યારે બેંગલુરૂ શહેરમાં સૌથી ઓછું 48 ટકા મતદાન થયું છે. મતદાનની ટક્કાવારી હજુ વધવાની આશા છે કારણ કે સાંજે 6 કલાકે પણ મતદાન કેન્દ્રો બહાર લાઈનો હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

222 સીટો પર થયું મતદાન
કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ, ભાજપ અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડાના જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્ણાટક વિધાનસભાની 224 સીટોમાંથી 222 સીટો પર મતદાન યોજાયું. 


2600થી વધુ ઉમેદવારો મેદાનમાં
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 2600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2400 પુરૂષ અને 200થી વધુ મહિલાઓ છે. જ્યારે કુલ 5,06,90,538 મતદાતા છે જેમાં 2,56,75,579 પુરૂષ મતદતા અને 2,50,09,904 મહિલા મતદાતા અને 5,055 ટ્રાન્સજેન્ડર મતદાતા છે.