Gujarat Model: કર્ણાટકમાં 10મી મેના રોજ વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલા જ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો છે. સત્તાધારી ભાજપમાં ટિકિટ કપાવવાથી પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ડેપ્યુટી સીએમ સહિત અનેક વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સુદ્ધા પાર્ટી છોડી રહ્યા છે. જેમાંથી કેટલાક તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં જઈ રહ્યા છે. અઠવાડિયાની અંદર આઠથી વધુ મોટા રાજકીય ચહેરાએ  ભાજપ ખેસ ઉતાર્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર, પૂર્વ ઉપ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદી સામેલ છે. બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણે કોણે છોડ્યો ભાજપનો સાથ
છેલ્લા એક અઠવાડિયામાં જ્યારથી ભાજપે વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે જાહેરાત કરવાની શરૂ કરી છે ત્યારથી અનેક નેતાઓએ પાર્ટી છોડી છે. જગદીશ શેટ્ટારે આજે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જ્યારે પૂર્વ ઉપ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીએ પાર્ટી છોડ્યાના બે દિવસ બાદ 14 એપ્રિલે કોંગ્રેસનો હાથ પકડી લીધો. સાવદીએ આ પહેલા એમએલસી પદ અને ભાજપની પ્રાથમિક સદસ્યતા છોડી હતી. 


બેલાગવી જિલ્લાના અથાની મતવિસ્તારથી ત્રણવાર વિધાયક તરીકે ચૂંટી આવનારા સાવદી અગાઉ 2018ની ચૂંટણીમાં મહેશ કુમાથલ્લી સામે હારી ગયા હતા. ત્યારે કુમાથલ્લી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા. હવે કુમાથલ્લીને ભાજપે ટિકિટ આપી છે. બીજી બાજુ સાવદી કોંગ્રેસની ટિકિટ પર તેમનો મુકાબલો કરશે. એટલે કે લડાઈ એ જ બે નેતાઓ વચ્ચે થશે પરંતુ પાર્ટી બદલાયેલી હશે. 


નહેરુ ઓલેકર: વાત કરીએ નહેરુ ઓલેકર જેનમે 2022માં એક વિશેષ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા તેમને પણ ભાજપે આ વખતે ટિકિટ આપી નથી. જેના વિરોધમાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ. તેમની જગ્યાએ ભાજપે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર ગવિસિદ્દપ્પા દયમન્નવરને ઉમેદવાર બનાવ્યા છે. 


એમપી કુમારસ્વામી: અનામત સીટ મુદિગિરિથી ત્રણવાર વિધાયક રહી ચૂકેલા એમપી કુમારસ્વામીએ પણ ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામું આપી દીધુ. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસમાં જોડાઈ ગયા. ભાજપે તેમની જગ્યાએ દીપક ડોડ્ડૈયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો. 


ભાજપ MLC આર શંકર: જેમને અક્સર પાર્ટી બદલવા માટે 'પેન્ડુલમ' શંકરના નામથી ઓળખાય છે, તેમણે પણ ટિકિટથી વંચિત થયા બાદ કર્ણાટક વિધાનસભા પરિષદથી રાજીનામું આપી દીધી. શંકર એવા વિધાયકોમાંથી એક હતા જેમણે 2019માં ભાજપને સરકાર બનાવવામાં મદદ કરી હતી. 


હવે માસ્કવાળું આધારકાર્ડ! શેના માટે જરૂરી છે માસ્ક આધાર? જાણો કેવી રીતે થશે ડાઉનલોડ


સૌથી પ્રદૂષિત સિટી દિલ્હી નહીં પણ આ શહેર, જાણો વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી


ભારતના આ શહેરોમાં પડે છે મોત આવી જાય એવી ગરમી! અહીં ભલભલા AC માંથી નીકળે છે ધૂમાડો


ગુલીહટ્ટી ડી શેખર: હોસદુર્ગાથી ભાજપના વિધાયક ગુલીહટ્ટી ડી શેખરએ પણ ટિકિટ ન મળતા પાર્ટી છોડી છે. એક વધુ સિનિયર ભાજપ નેતા કેએસ ઈશ્વરપ્પાએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણી નહીં લડે અને ચૂંટણી રાજનીતિમાંથી નિવૃત્તિ લેશે. ઈશ્વરપ્પા રાજ્ય સરકારમાં અનેક પ્રમુખ પદો પર કામ કરી ચૂક્યા છે. તેઓ ઉપમુખ્યમંત્રી અને ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી પણ રહી ચૂક્યા છે.


આ બધા વચ્ચે ભાજપ માટે રાહતના સમાચાર એ પણ છે કે કર્ણાટકના મત્સ્ય મંત્રી એક અંગારા, જેમણે સુલિયા વિધાનસભા ક્ષેત્રથી ટિકિટ ન મળતા રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો હતો તેઓ પોતાના નિવેદનથી પલટી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ હવે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભાગીરથી મુરુલ્યા માટે પ્રચાર કરશે. અઁગારા 1994થી કન્નડમાં સુલિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 


ભાજપના કાર્યકરોમાં રોષ
ભાજપના અનેક પ્રમુખ નેતાઓ ઉપરાંત બયાતારાયણપુરા મતવિસ્તારથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છુક મુનિન્દ્ર કુમારના સમર્થકોએ સહકાર નગરમાં વિરોધ પ્રદર્શન કર્યું અને 1350 પાર્ટી કાર્યકરોએ મુનિન્દ્રની જગ્યાએ તમ્મેશ ગૌડાને ટિક્ટ આપવામાં આવતા નારાજ થઈને પાર્ટી છોડી. સમર્થકોએ આરોપ લગાવ્યો કે ગૌડા એક બહારી વ્યક્તિ છે અને તેમણે ક્ષેત્રમાં પાર્ટી કાર્યકરોની સાથે કોઈ કામ કર્યું નથી. 


એક અન્ય ઘટનામાં ભાજપના નેતા સુકુમાર શેટ્ટીના સમરથકોએ ઉડુપી જિલ્લાના એક કસ્બા બ્યંદૂરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ બધા સુકુમારને બિંદુરમાંથી ટિકિટ ન મળતા નારાજ હતા. બીજી બાજુ કોંગ્રેસના પણ અનેક વિધાયકોએ ટિકિટ કપાતા બૂમરાણ મચાવી છે. પુલિકેશીનગરથી કોંગ્રેસના વિધાયક અખંડ શ્રીનિવાસ મૂર્તિએ રાજીનામું પણ આપ્યું છે. 


શું છે ભાજપનું ગુજરાત મોડલ? 
ભાજપ ચૂંટણીમાં અક્સર લગભગ 30 ટકા જેટલા વર્તમાન વિધાયકો અને મંત્રીઓની ટિકિટ કાપીને તેમની જગ્યાએ નવા અને યુવા ચહેરાઓ પર દાવ લગાવે છે. પહેલા આ પ્રયોગ ગુજરાતમાં થયો હતો પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના કેન્દ્રીય નેતૃત્વ સંભાળ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ તેને અજમાવવામાં આવી રહ્યું છે. 


ભાજપના આ ફોર્મ્યુલાથી જ્યાં કેટલાક જૂના નેતાઓ પાર્ટીથી અલગ થઈ રહ્યા  છે ત્યાં અનેક નવા યુવાઓને ચૂંટણી મેદાનમાં તક આપવાનો ફાયદો પણ ભાજપને મળતો રહ્યો છે. જો કે કર્ણાટકમાં ગુજરાત મોડલ કેટલું કારગર નિવડશે તે તો 13મી મેના રોજ ખબર પડશે જ્યારે પરિણામ આવશે. પરંતુ તે પહેલા ગુજરાતની અમૂલ ડેરી બ્રાન્ડ ઉપર પણ રાજ્યમાં રાજકીય ગરમાવો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube