કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. ચૂંટણીમાં મતદારોનો ભરોસો જીતવા માટે કોંગ્રેસ કોઈ કસર બાકી રાખી રહી નથી. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ મોટા નેતાઓ પ્રચારમાં લાગ્યા છે. જેથી કરીને 38 વર્ષ જૂનો રેકોર્ડ જાળવી શકાય. વર્ષ 1985 બાદ કોઈ સત્તાધારી પાર્ટી સતત બીજીવાર સત્તામાં વાપસી કરી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર પ્રચાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેનો સંબંધ કર્ણાટક સાથે છે. ગૃહ રાજ્ય હોવાના નાતે ખડગેની સૌથી વધુ રેલીઓ છે. જ્યારે પહેલીવાર એવું બન્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા એક સાથે કોઈ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. કારણ કે મોટાભાગની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી મુખ્ય પ્રચારક રહેતા હતા અને પ્રિયંકા ગાંધી એક કે બે સભાઓ કરતા હતા. યુપી અને હિમાચલમાં પ્રિયંકા ગાંધી મુખ્ય પ્રચારક હતા તો રાહુલ દૂર રહ્યા હતા. 


સીધો સંવાદ
કર્ણાટક ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે પોતાની ચૂંટણી રણનીતિમાં પણ ફેરફાર કર્યો છે. પાર્ટી આમ તો રેલીઓ અને રોડ શો દ્વારા લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરતી હતી પણ હવે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ મોટા નેતાઓ લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. રાહુલ ગાંધી સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે બેઠક કરીને તેમને લાગે વળગતા વચનો આપે છે. 


લોકોને વચન
રાહુલ ગાંધીએ ઉડ્ડુપીમાં માછીમારો સાથે મુલાકાતમાં દસ લાખ રૂપિયાનો વીમો અને 500 લીટર સુધી 25 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર સબસિડી આપવાનું વચન આપ્યું છે. એ જ રીતે પ્રિયંકા ગાંધી મહિલાઓને મળીને એ વિશ્વાસ અપાવે છે કે સરકાર બન્યા બાદ તેમની સાથે જાહેર પરિવહનની બસમાં મફતમાં મુસાફરી કરવું પસંદ કરશે. પાર્ટીએ જાહેર પરિવહનની બસમાં મહિલાઓને મફત મુસાફરીનું વચન આપ્યું છે. 


ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સતત આમ આદમી સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી રહી છે. મુદ્દાની પસંદગી હોય કે ભાજપના પ્રહારો પર પલટવાર, આ બધાની રણનીતિ સુનીલ કાનુગોલુ તૈયાર કરે છે. વિધાનસભા ચૂંટણીની પૂરી રણનીતિ સુનીલ કાનુગોલુની આજુબાજુ ફરે છે. ટિકિટ ફાળવણીમાં કાનુગોલુના સર્વેએ મહત્વની ભૂમિકા ભજવી. આવું કદાચ પહેલીવાર બન્યું કે પાર્ટીએ બેથી વધુ ટિકિટ વહેંચી હોય અને કોઈ મોટા બળવા કે આરોપ ન લાગ્યા. 


કર્ણાટક ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રેલી અને રોડશોની સાથે સીધા સંવાદ ઉપર પણ ખુબ ભાર મૂક્યો. મૈસૂરમાં પ્રિયંકા ગાંધી સૌથી જૂની રેસ્ટોરામાં નાશ્તા કરવા પહોંચે છે અને ડોસા બનાવતા પણ શીખે છે. આ પ્રકારે તેમણે ધારવાડમાં એક ઢાબા પર ચાની મજા માણતા લોકો સાથે વાત કરી. મહિલાઓને મળીને તેમની સાથે મફત પ્રવાસનું વચન પણ આપ્યું. 


મુખ્યમંત્રી પદ માટે કોણ છે પહેલી પસંદ, લોકોએ ઓપિનિયન પોલમાં આપ્યો આ જવાબ


Karnataka Election Result Opinion Poll: કોણ બનાવશે સરકાર? કોને મળશે કેટલી સીટો?


છોકરા કે છોકરીને 'મંગળ' હોય તો શું કરવું? લગ્ન માટે કયો ઉપાય રહેશે સૌથી સચોટ?


કોંગ્રેસની પાંચ ગેરંટી
- ગૃહ જ્યોતિ યોજના હેઠળ દર મહિને 200 યુનિટ મફત વીજળી
- ગૃહ લક્ષ્મી યોજના હેઠળ પરિવારની મુખ્ય મહિલાને બે હજાર દર મહિને
- અન્ન ભાગ્ય હેઠળ બીપીએલ પરિવારના દરેક સભ્યને દસ કિલો ચોખા મફત
- યુવા નીતિ હેઠળ બે વર્ષના બેરોજગાર સ્નાતકોને ત્રણ હજાર રૂપિયા પ્રતિ માસ
- સમગ્ર કર્ણાટકમાં જાહેર પરિવહનની બસોમાં મહિલાઓને મફત બસ પ્રવાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube