Karnataka Assembly Election 2023 Live Updates: કર્ણાટકમાં ઘણા દિવસોના પ્રચાર પછી આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી બાદ 13 મેના રોજ મતગણતરી થશે, ત્યારપછી જ ખબર પડશે કે કર્ણાટકમાં કોની સરકાર બનવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ બસવરાજ બોમાઈએ સત્તાધારી ભાજપની તરફેણમાં છેવટ સુધી પ્રચાર કર્યો હતો. સાથે જ કોંગ્રેસ અને જેડીએસે પણ ચૂંટણી પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદારો છે. જેમાંથી 11.71 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. રાજ્યની તમામ 224 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 2.66 કરોડ પુરુષ અને 2.63 કરોડ મહિલાઓ છે. જ્યારે 5.71 લાખથી વધુ દિવ્યાંગ મતદારો છે. 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના 12.15 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ ક રશે. 16000થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉમરના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12:38 PM
કર્ણાટકમાં 20.99 ટકા મતદાન


કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 11 વાગ્યા સુધી 20.99 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.


બપોરે 12:14
'કોંગ્રેસ જીતશે કારણ કે લોકોને વિકાસની સરકાર જોઈએ છે'


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કલબુર્ગીમાં કહ્યું, 'લોકો આ સરકાર બદલવા માંગે છે. તેઓ એવી સરકાર ઈચ્છે છે જે ભ્રષ્ટાચાર દૂર કરે અને વિકાસ લાવે, તેથી લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ પાર્ટી આવે. કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે 130-135 બેઠકો જીતશે.


બપોરે 12:05
નિષ્પક્ષ ચૂંટણી માત્ર કાગળ પર - કુમારસ્વામી


કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ રામનગરમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, 'તેમણે (ભાજપ) દરેક મતવિસ્તારમાં કેટલી રકમનું રોકાણ કર્યું છે? દરેક વ્યક્તિ આ બધી બાબતો જાણે છે. માત્ર ભાજપ જ નહીં, હું દરેક પક્ષને દોષી ઠેરવીશ, જ્યારે પણ આપણે નિષ્પક્ષ ચૂંટણીની વાત કરીએ છીએ, પરંતુ તેની જાહેરાત માત્ર કાગળ પર જ થાય છે, જમીની વાસ્તવિકતા જુદી છે.


શેટ્ટરે કહ્યું- લોકોમાં ભાજપ વિરુદ્ધ નારાજગી છે


કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન ચાલી રહ્યું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટરે પોતાનો મત આપ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'લોકોમાં ભાજપ વિરુદ્ધ ગુસ્સો છે. મેં હંમેશા આ વિસ્તારના લોકો માટે કામ કર્યું છે... મેં ઘણી વખત કહ્યું છે કે જો કોઈ સંસ્થા બંધારણની વિરુદ્ધ હોય તો કેન્દ્ર સરકાર તેના પર પ્રતિબંધ લગાવી શકે છે, આ સત્તા રાજ્ય સરકાર પાસે નથી.


10:28 AM
પ્રથમ બે કલાકમાં 8.26 ટકા મતદાન


બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાનના પ્રથમ બે કલાકમાં 8.26 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 13.28 ટકા મતદાન દરિયાકાંઠાના ઉડુપી જિલ્લામાં નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું 5.75 ટકા ચમરાજનગર જિલ્લામાં સવારે 9 વાગ્યા સુધી નોંધાયું હતું. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.


કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ હાવેરી જિલ્લાના શિગગાંવમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા પછી, બોમાઈએ મતદારોને અપીલ કરી કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને "કર્ણાટકનું ભવિષ્ય લખવામાં" યોગદાન આપે. તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી એક તરફ વિકાસ અને બીજી તરફ ખોટા આરોપો વચ્ચે છે.


10:13 AM
'કોંગ્રેસના નેતાઓ જામીન પર બહાર છે અને તેઓ ભ્રષ્ટાચારની વાત કરે છે'


કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ શિગગાંવમાં કહ્યું, 'હું લોકોને લોકશાહીની જીત અને રાજ્યના ભવિષ્ય માટે મત આપવા અપીલ કરીશ. મને વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું. કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાત કરે છે પરંતુ તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ ઘણો ખરાબ છે. તેના ઘણા લોકો જામીન પર બહાર છે.


10:12 AM
'કોંગ્રેસને 141 બેઠકો મળશે'


કર્ણાટક કોંગ્રેસના વડા ડી.કે. શિવકુમારે રામનગરમાં કહ્યું, 'છેલ્લી વખતે મોદીજીએ તમામ મતદાતાઓને કહ્યું હતું કે મતદાન કરતાં પહેલાં તમે તમારો ગેસ સિલિન્ડર જુઓ, નમસ્કાર કરો અને પછી જાઓ. આ વખતે હું એમ પણ કહીશ કે આપણા વડાપ્રધાનની વિનંતી અને સલાહ મુજબ ગેસ સિલિન્ડરની કિંમત જોઈને જ મત આપજો.


તેમણે કહ્યું, 'આજે મતદારો પાસે મોટી તક છે અને તેઓ પરિવર્તન માટે મત આપશે. તેઓ પ્રગતિશીલ, વૈશ્વિક અને વિકસિત કર્ણાટક માટે મત આપશે. મને ખાતરી છે કે તેઓ પરિવર્તન માટે મત આપશે અને કોંગ્રેસને 141 બેઠકો આપશે.


શિવકુમારે કહ્યું, 'નિર્મલા સીતારમણ આ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, પહેલાં તેમને રાજ્યની મદદ કરવા દો. તેણીએ એક વખત પણ રાજ્યને મદદ કરી નથી અને તેમના કાર્યકાળ દરમિયાન દરેક જણ ભૂખમરીમાં જીવી રહ્યાં છે, મને લાગે છે કે તે અત્યાર સુધીના સૌથી ખરાબ નાણાં પ્રધાન છે.


યેદિયુરપ્પાએ પરિવાર સાથે કરી પૂજા
કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ મતદાન શરૂ થતા પહેલા પોતાના પરિવાર સાથે શિકારપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube