Mallikarjun Kharge નું પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત નિવેદન, કહ્યું- ઝેરી સાપની જેમ છે PM મોદી
Mallikarjun Kharge controversial statemen: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી મોદીને લઈને ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. આ નિવેદનનો ભાજપ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ Mallikarjun Kharge controversial statement on PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે અને પ્રધાનમંત્રી મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું છે. જેનો વીડિયો ભાજપ નેતા અમિત માલવીયે ટ્વીટ કર્યો છે અને તેના પર વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે,. હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા છે. ગુજરાત ચૂંટણીમાં તેમણે પ્રધાનમંત્રી મોદીને રાવણ ગણાવ્યા હતા.
અમિત માલવીયે ખડગેના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો
ભાજપ નેતા અમિત માલવીય (Amit Malviya)એ મલ્લાકાર્જુન ખડગેનો વીડિયો શેર કર્યો અને વિરોધ વ્યક્ત કરતા લખ્યું- હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા છે. સોનિયા ગાંધીના મૌત કા સૌદાગર થી જે શરૂ થયો અને તેનો અંત કેમ થયો, આપણે જાણીએ છીએ. કોંગ્રેસ દરરોજ નવા ખાડામાં ઉતરતી જાય છે. હતાશાથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તેને જાણે છે.
ટેસ્ટમાં ફેલ થઈ 48 દવાઓ.. શું તમે પણ આ દવાઓનો કરી રહ્યા છો ઉપયોગ? કરી લેજો ચેક
મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ હતું- તમારી વિચાર ધારા અને સિદ્ધાંતના આધાર પર તમે એકલા જ દેશને બરબાદ કરવા માટે પૂરતા છો. તમારી વિચારધારા અને સિદ્ધાંત ખોટા છે, તે દેશને ખતમ કરી રહ્યાં છે. તમને આ ગેરસમજણ ન હોવી જોઈએ, મોદી ઝેરીલા સાંપની જેમ છે. તમે તેને ઝેર સમજો કે ન સમજો, પરંતુ જો તમે તેને ચાખશો તો મરી જશો. તમે વિચારી શકો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા માણસ છે, તેમણે જે આપ્યું છે, તેને અમે જોઈશું. તમે જ્યારે તેને ચાટશો તો તમે સુઈ જશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube