બેંગ્લુરૂ : કર્ણાટક વિધાનસભા સ્પીકર કે.આર રમેશે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. તેમાંથી બે ધારાસભ્યો કોંગ્રેસનાં અને એક ધારાસભ્ય અપક્ષ છે. સ્પીકરનું કહેવું છે કે તેઓ અપક્ષ ધારાસભ્યે પોતાની જાતને કોંગ્રેસમાં વિલય કરી લીધો હતો, એટલા માટે તેઓ પણ કોંગ્રેસનો જ હિસ્સો હતા. એટલા માટે પાર્ટી વિરોધી ગતિવિધિનાં કારણે સ્પીકરે તેમને પણ અયોગ્ય ઠેરવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ
જે ત્રણ ધારાસભ્યોને સ્પીકર કે.આર રમેશે અયોગ્ય ઠેરવ્યા છે, તેમાં કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્ય રમેશ જારકીહોલી અને મહેશ કુમાથલ્લીનો પણ સમાવેશ થાય છે. અપક્ષ ધારાસભ્ય આર.શંકરને પણ સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા છે. આ ધારાસભ્યોની વિરુદ્ધ સ્પીકરે એન્ટી ડિફેક્શન લૉ હેઠળ કાર્યવાહી કરી છે. જો સ્પીકરનો આ જ નિર્ણય લાગુ રહ્યો તો આ ધારાસભ્ય આ વિધાનસભા પુર્ણ થતા સુધી ચૂંટણી નહી લડી શકે. કે.આર રમેશ કુમારે જણાવ્યું કે, અપક્ષ ધારાસભ્ય આર.શંકર, કોંગ્રેસનાં ધારાસભ્યો રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લીનું સભ્યપદ રદદ્દ કરી દેવાયું છે. આ પ્રકારે અત્યાર સુધી કુલ ત્રણ ધારાસભ્યોનું સભ્ય રદ્દ કરી દેવામાં આવ્યું છે. સ્પીકરનાં અનુસાર અત્યાર સુધી માત્ર 3 ધારાસભ્યો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીનાં ધારાસભ્યો અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવશે. 


કર્ણાટકનું રાજનીતિક કોકડુ વધારે ગુંચવાયુ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાના સંકેત
ફ્રીઝમાં બાંધેલો લોટ મુકી તેની રોટલી ખાઓ છો ? જઇ શકે છે તમારો જીવ
કે.આર રમેશ કુમારના અનુસાર આ કેસ કોમ્પ્લીકેટેડ છે એટલા માટે તેમાં ઉતાવલ કરવી ન જોઇએ. આ મુદ્દે મારી સામે 17 અરજીઓ આવી. તેમાં 2 અયોગ્ય સંબંધિ અને અન્ય રાજીનામા અંગે હતી. સ્પીકરે જણાવ્યું કે, જે ત્રણ ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરાયું છે તેમાં એક ધારાસભ્ય શંકર છે. તેમણે વિધાનસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. 25 જુને તેમણે કોંગ્રેસમાં વિલય કર્યો. આ અંગે સિદ્ધરમૈયાએ અપીલ કરી હતી. એટલે તેમણે કોંગ્રેસની સીટ અપાઇ. 8 જુલાઇએ શંકર નાગેશે મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું. ત્યાર બાદ તેમણે ભાજપને સમર્થન આપવાનો દાવો કર્યો. સિદ્ધરમૈયાએ આ અંગે સ્પીકર એટલે કે મારી સામે ફરિયાદ નોંધાવી હતી.