નવી દિલ્હી : કર્ણાટકની કોંગ્રેસ જેડીએસ સરકાર પર જોવા મળી રહેલા સંકટ વચ્ચે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનવણી થઇ. કોંગ્રેસ-જેડીએસનાં 10 બળવાખોર ધારાસભ્યોની તરફથી દાખલ અરજી અંગે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે આજે સાંજે તમામ ધારાસભ્યો કર્ણાટક વિધાનસભા સ્પીકર રમેશ કુમાર સાથે મુલાકાત કરે. સાથે જ સ્પીકર રમેશ કુમારે આ નિર્દેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે સુપ્રીમ કોર્ટને પોતાનાં તે આદેશ પર સ્ટે મુકવાની માંગ કરી છે, જેમાં ગુરૂવારે સવારે સુપ્રીમ કોર્ટની તરફથી ધારાસભ્યોનાં રાજીનામાના મુદ્દે આજે જ ચુકાદો આપવા માટે કહ્યું હતું. સ્પીકર રમેશ કુમારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ પ્રકારનાં નિર્દેશ આપી શકે નહી. સુપ્રીમ કોર્ટનાં તેની અરજી અંગે આજે તુરંત જ સુનવણીનો ઇન્કાર કરી દીધો છે. કાલે બળવાખોર ધારાસભ્યોનાં કેસ સાથે જ આ મુદ્દે પણ સુનવણી થશે. 


જ્યારે PM મોદીએ યુવા સાંસદોને પૂછ્યુ, તમે રાજકારણ ઉપરાંત કયા કાર્ય કરો છો?
ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા
કોંગ્રેસ-જેડીએસનાં બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સુનવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે તમામ 10 ધારાસભ્યોને સાંજે 6 વાગ્યે સ્પીકરને મળવા માટેનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનવણી દરમિયાન કહ્યું કે, તમામ ધારાસભ્ય સ્પીકરને પોતાનાં રાજીનામા અંગેની માહિતી આપી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્પીકર ત્યાર બાદ રાજીનામા અંગે નિર્ણય લઇ શકે છે.