BJP Yuva Morcha worker murdered in Karnataka: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોરચાના એક નેતાની નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના બાદ સુલિયામાં બેલ્લારે અને અન્ય સ્થળો પર તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. યુવા મોરચના નેતાની હત્યાના સમાચાર સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. મોટી સંખ્યામાં લોકોએ પોલીસમથકને ઘેરીને ખુબ હંગામો કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુ સંગઠનોનો હોબાળો
યુવક મંગળવારે પોતાની પોલ્ટ્રીની દુકાન બંધ કર્યા બાદ ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે લોકોએ તેના પર હુમલો કર્યો. બાઈક પર કેરળનો રજિસ્ટ્રેશન નંબર હતો. બીજેપી યુવા મોરચાના કાર્યકર પ્રવીણ નેત્તારુની હત્યાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો બેલ્લારે પોલીસ સ્ટેશનની સામે ભેગા થઈ ગયા. હિન્દુ સંગઠનોએ પણ તે હોસ્પિટલ સામે પ્રદર્શન કર્યું. જ્યાં નેત્તારુનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. 


વિસ્તારમાં બંધનું આહ્વાન
વિશ્વ હિન્દુ પરિષદે હત્યાના વિરોધમાં બુધવારે જિલ્લામાં સુલિયા, કદાબા અને પુત્તુર તાલુકાઓમાં બંધનું આહ્વાન કર્યું છે. પોલીસે જણાવ્યું કે એવી શંકા છે કે બેલ્લારેમાં થયેલી એક અન્ય હત્યાના બદલામાં આ હત્યા કરાઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સુલિયા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. બેલ્લારેમાં તણાવ વ્યાપી ગયો છે અને પોલીસે લોકોના પ્રદર્શનની વચ્ચે વિસ્તારમાં તમામ દુકાનો, પ્રતિષ્ઠાનો અને હોટલો બંધ કરાવી છે. 


ED ની કાર્યવાહીનો સામનો કરી રહેલા નેતાઓને મોટો ઝટકો, SC એ કહ્યું- ED ને ધરપકડનો હક


હત્યા પાછળ PFI ની સંડોવણીનો શક
ભાજપ કાર્યકરની હત્યાથી આક્રોશિત શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે હત્યા પાછળ PFI ની સંડોવણીની આશંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હાલની ભાજપ સરકાર જ્યાં સુધી PFI પર પ્રતિબંધ નહીં મૂકે, હત્યારાઓનું એન્કાઉન્ટર નહીં કરે, તેમને ફાંસીએ નહીં ચડાવે ત્યાં સુધી આ જ રીતે હિન્દુ કાર્યકરોની હત્યા થતી રહેશે. 


પોલીસ કરી રહી છે તપાસ
દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ સોનવાણેએ જણાવ્યું કે તપાસ ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈ ક્લુ મળ્યો નથી. હુમલાખોરોના કેરળથી આવવાની શક્યતા પર અધિકારીએ કહ્યું કે એવું બની શકે છે. અમે વિવિધ પહેલુઓ પર કામ કરી રહ્યા છીએ. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. ભાજપની દક્ષિણ કન્નડ શાખાના અધ્યક્ષ સુદર્શન મૂદબિદરીએ કહ્યું કે પ્રવીણ નેત્તારુ સંઘ પરિવારનો સક્રિય સભ્ય હતો. જેણે સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી હતી.


Sarkari Yojana: શું તમારે આવે છે મસમોટું લાઈટ બિલ? 24 કલાક ફ્રી વીજળી માટે સરકારની આ યોજનાનો લાભ લો 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube