કર્ણાટક: ભાજપે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો, યેદિયુરપ્પા આજે લેશે CM પદના શપથ
કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી આજે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા આજે સવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા અને ભાજપ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. તેમણે રાજ્યપાલને આજે જ શપથગ્રહણ સમારોહના આયોજનનો આગ્રહ કર્યો. જેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી.
નવી દિલ્હી: કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ત્રણ દિવસ પછી આજે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા આજે સવારે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા અને ભાજપ તરફથી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. તેમણે રાજ્યપાલને આજે જ શપથગ્રહણ સમારોહના આયોજનનો આગ્રહ કર્યો. જેને રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી. સાંજે 6 વાગે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે તેમના માથે બહુમત પરીક્ષણ કરવાની અગ્નિ પરિક્ષા પાસ કરવાની જવાબદારી છે. યેદિયુરપ્પાએ 31મી જુલાઈ પહેલા બહુમત સાબિત કરવો પડશે.
મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે મેં રાજ્યપાલ સાથે હમણા વાત કરી. આજે સાંજે 6 વાગે હું મુખ્યમંત્રી પદના શપથ લઈશ. જો કે સરકાર બન્યા બાદ ભાજપ સામે અસલ પરીક્ષા બહુમત પરીક્ષણની રહેશે. કારણ કે હાલના વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારે ગુરુવારે કોંગ્રેસના 3 બળવાખોર ધારાસભ્યોને પક્ષ પલટા કાયદા હેઠળ અયોગ્ય ઠેરવ્યા છે. હજુ 14 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાકી છે. આવામાં સદનના ધારાસભ્યોની સંખ્યા 222 છે અને બહુમત માટે ભાજપે 112ના આંકડો મેળવવો પડશે. હાલના સમયમાં ભાજપ પાસે 106 ધારાસભ્યોનું સમર્થન છે. 6 ધારાસભ્યો ખુટે છે જેના પર સરકાર બન્યા બાદ બધાની નજર રહેશે.
સ્પીકર રમેશકુમારે ગુરુવારે નિર્ણય લીધો કે 3 ધારાસભ્યોના રાજીનામા સ્વૈચ્છિક અને સ્વાભાવિક નથી આથી તેમને 2023માં હાલની વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવા સુધી તત્કાળ પ્રભાવથી પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય જાહેર કરવામાં આવે છે. પોતાનો નિર્ણય સંભળાવતા અધ્યક્ષે કહ્યું કે તેઓ આગામી દિવસોમાં બાકીના 14 સભ્યો પર નિર્ણય લેશે.
જુઓ LIVE TV