ટુમકુર, કર્ણાટક: ક્યારેય કોઈ વ્યક્તિની ઓળખ તેના કપડાંથી કરવી જોઈએ નહીં. કર્ણાટકના એક કાર શોરૂમના સેલ્સમેને આવી જ ભૂલ કરી નાખી. ટુમકુરમાં એક ખેડૂત તેના મિત્રો સાથે કારના શોરૂમમાં પહોંય્યો. અહીં તે પોતાની ડ્રીમ કાર ખરીદવા માટે ગયો હતો. પરંતુ તેના કપડાં જોઈને સેલ્સમેને તેને ભગાડી દીધો. અપમાન અનુભવતા ખેડૂત માત્ર 30 મિનિટની અંદર દસ લાખ રૂપિયા કેશ લઈને શોરૂમ પહોંચી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો?
ચિક્કાસાંદ્રા હુબલીમાં રામનપાલ્યાના ખેડૂત કેમ્પેગૌડા આરએલ સાથે આ ઘટના ઘટી. વ્યવસાયે સોપારીનો ખેડૂત કેમ્પેગૌડા એક એસયુવી બુક કરાવવા માટે કારના શોરૂમ પર પહોંચ્યો હતો. આ દરમિયાન સેલ્સમેને તેના કપડાં જોઈને મજાક ઉડાવી. ખેડૂતે કાર વિશે પૂછપરછ કરી હતી. તે 2 દિવસ પહેલા તેના મિત્રો સાથે ડીલ ફાઈનલ કરવા માટે શોરૂમ આવ્યો. શરૂઆતમાં તેણે બે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરીને તે જ દિવસે ડિલિવરી મેળવવાની રજુઆત કરી. સેલ્સ ટીમે ના પાડી દીધી. તો તેણે 10 લાખ કેશ ચૂકવણીની વાત કરી. આરોપ છે કે ત્યારબાદ સેલ્સ ટીમે જાણી જોઈને ખેડૂતની મજાક ઉડાવી અને કમેન્ટ કરી. 


BA.2: ભારતમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટની એન્ટ્રી, ગુજરાતમાં પણ ઘૂસ્યો, જાણો કેટલો ખતરનાક છે


મીડિયા રિપોર્ટ્સ મુજબ સેલ્સમેને કહ્યું કે '10 લાખ રૂપિયા તો દૂર, તમારા ખિસ્સામાં 10 રૂપિયા પણ નહીં હોય'. તેને લાગ્યું કે ખેડૂત બેકારમાં તેનો સમય બરબાદ કરવા માટે આવ્યો છે. જો કે ભૂલનું ભાન થતા તેણે ખેડૂતને કહ્યું કે જો તે 25 મિનિટની અંદર દસ લાખ રૂપિયા કેશ લઈને આવે તો તેને આજે જ ગાડી ડિલિવર કરી દેવાશે. કેમ્પેગૌડા તેના ખેતરમાં ચમેલી અને ક્રોસેન્ડ્રા પણ ઉગાવે છે. તેણે તરત તેના મિત્રોને કેશની વ્યવસ્થા કરવા માટે બોલાવ્યા. દસ લાખ રૂપિયા ભેગા કરીને મિત્રો સાથે તે શોરૂમમાં એસયુવીની ડિલિવરી માટે પહોંચી ગયો. સેલ્સ ટીમે તેને જણાવ્યું કે તેમને ગાડીની ડિલિવરી માટે ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ. પછી તો જોવા જેવી થઈ.


ગેસ સિલિન્ડર પર લખેલો આ નંબર છે ખુબ જ મહત્વનો, તેના વિશે ખાસ જાણો નહીં તો પસ્તાશો


શુક્રવારે ઘટેલી આ ઘટના બાદ કારની ડિલિવરી થઈ શકી નહીં. શનિવારે અને રવિવારે રજા હોવાની કર્મચારીઓએ વિવશતા વ્યક્ત કરી. તેનાથી કેમ્પેગૌડા અને તેના મિત્ર નારાજ થઈ ગયા. તેમણે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ પણ બોલાવી. ઘટનાનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. ખેડૂતોએ શોરૂમ ઘેરી લીધો. ત્યાંથી પાછા ફરવા માટે તેઓ રાજી નહોતા. યેનકેન પ્રકારે તિલક પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ તેમને ઘરે જવા માટે રાજી કર્યા. કેમ્પેગૌડાએ કહ્યું કે મે સેલ્સ એક્ઝીક્યુટિવ અને શોરૂમના અધિકારીઓને કહ્યું છે કે તેઓ મારું અને મારા મિત્રોનું અપમાન કરવા બદલ લેખિતમાં માફી માંગે. હવે મારે ગાડી જોઈતી નથી. તેમણે શોરૂમ સામે ધરણા ધરવાની પણ ચેતવણી આપી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube