શપથ લેતા જ યેદિયુરપ્પાએ કરી કિસાનોના દેવા માફીની જાહેરાત, ઔપચારિક જાહેરાત બાકી
પરંતુ યેદિયુરપ્પાની જાહેરાત હજુ લાગૂ થશે નહીં, કારણ કે પહેલા તેમણે કોર્ટમાં સમર્થિત ધારાસભ્યોનું લિસ્ટ કોર્ટમાં પહેલા જમા કરાવવાનું છે.
બેંગલુરૂઃ કર્ણાટકના મુખ્યપ્રધાનના રૂપમાં ત્રીજીવખત શપથ લીધાની સાથે યેદિયુરપ્પાએ કિસાનોની કર્જમાફીની જાહેરાત કરી છે. પરંતુ આ સંબંધમાં એક-બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. મુખ્યપ્રધાન પદ્દના શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, મારા વચન પ્રમાણે કિસાનોના કર્જમાફીની જાહેરાત કરૂ છું.
બહુમત સાબિત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, હું આ વિશે 100 ટકા સહમત છું કે, બહુમત સાબિત કરવામાં અમે સફળ થશું.
ભાજપના નેતાએ કહ્યું કે હું વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષનો આભારી છું કે આ જવાબદારી મને આપી છે. હું રાજ્યના કિસાનો અને એસસી-એસટીનો આભારી છું જેણે મને પસંદ કર્યો છે, હું તેમને વિશ્વાસ અપાવું છું કે તેમના માટે તમામ વચનો પુરા કરીશ.
ત્રીજીવાર CM બન્યા યેદિયુરપ્પા, સત્તામાં ક્યારેય પૂરા નથી કર્યા 5 વર્ષ, આ વખતે પણ સસ્પેન્સ યથાવત્
યેદિયુરપ્પાએ કહ્યું, હું તમામ 224 ધારાસભ્યોને સમર્થન માટે અપીલ કરુ છું. મને આશા છે કે તે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળિને મારુ સમર્થન કરશે. મને વિશ્વાસ છે કે વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરીશ અને આગામી 5 વર્ષ સુધી રાજ્ય સરકારનું નેતૃત્વ કરીશ.
તેમણે કર્યું કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલો જનાદેશ રાજ્યના વિકાસ માટે છે.