સીમા ક્રોસ કરી રહી છે કોંગ્રેસ, હું સીએમ પદ છોડવા તૈયાર છું: કુમારસ્વામી
મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારના ફરી એકવાર કોંગ્રેસ પર રોષ વ્યક્ત કર્યો છે. મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ, જો તેઓ આ પ્રકારની વાતો ચાલુ રાખે છે, તો તો હું મુખ્યમંત્રી પદથી હટવા માટે તૈયાર છું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દાઓ પર નજર રાખવી જોઇએ. હું તેના માટે જવાબદાર વ્યક્તિ નથી.
પોંજી કૌભાંડમાં TMC સાંસદની 238 કરોડની સંપત્તિ જપ્ત, અન્ય શહેરમાં પણ દરોડા
કર્નાટકના ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે સિદ્ધરમૈયા સૌથી સારા મુખ્યમંત્રી રહ્યાં છે. તેઓ અમારા નેતા છે. કોંગ્રેસ ધારાસભ્ય માટે સિદ્ધરમૈયા જ મુખ્યમંત્રી છે. અમે તેમની સાથે ખુશ છીએ.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી વહેલી થવાનો સંકેત, વિગતો મોકલવા તમામ રાજ્યોને આદેશ
બુલંદશહેર હિંસા: પ્રશાંત નટની પત્નીએ કહ્યું- ‘પોલીસે જ ઘરમાં મુક્યો હતો ઇન્સ્પેક્ટર સુબોધનો ફોન’