બેંગ્લોર : કર્ણાટકની રાજનીતિમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટી જેડીએસની વચ્ચે સરકાર ચલાવવા છતા ખેંચતાણ ચાલી રહ્યું છે. સમયાંતરે આ ખેંચતાણ ઉભરીને સામે આવી રહી છે. કર્ણાટકના પુર્વ સીએમ સિદ્ધરમૈયાએ તેની પહેલા રાજનીતિક ગલિઓમાં ત્યારે હલચલ મચાવી દીધી હતી, જ્યારે તેમણે કહ્યું હતું કે તેો બીજીવાર મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. હવે તેમનાં આ નિવેદન અંગે કર્ણાટકમા હાલના સીએમ કુમારસ્વામીએ પોતાની રીતે વ્યંગ કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ હાસનની એક જનસભામાં સિદ્ધારમૈયાએ કહ્યું કે, જનતાના આશીર્વાદથી ફરી એકવાર મુખ્યમંત્રી બનીશ. તેમણે કહ્યું કે, તેમણે ફરીએખવાર મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે વિપક્ષે આંતરિક રીતે હાથ મિલાવી લીધોો અને જાતીકાર્ડનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો અને નાણા પણ પૈસાની જેમ વાપર્યા. સિદ્ધારમૈયાએ કહ્યું કે, મે વિચાર્યું હતું કે લોકો મને ફરી એકવાર આશીર્વાદ આપશે અને મને મુખ્યમંત્રી બનાવશે. દુર્ભાગ્યવશ હું હારી ગયો, જો કે આ અંત નથી. રાજનીતિમાં જીત અને હાર સામાન્ય છે. 



સીએમ કુમારસ્વામીએ પત્રકારો સાથેની મંત્રણામાં કહ્યું કે, આ લોકશાહીમાં કોઇ પણ મુખ્યમંત્રી બની શકે છે. અમારી લોકશાહીની પ્રથા છે. જો કે તેમણે આ નિવેદનમાં સિદ્ધરમૈયાનું નામ નહોતુ લીધું. જો કે તેમણે પોતાનાં વ્યંગથી જણાવ્યું કે, બંન્ને પાર્ટીમાં હાલ કેવા પ્રકારનું દ્વંદ ચાલી રહ્યું છે. 

અગાઉ કુમાર સ્વામી ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી રહીને ઝેરના ઘૂંટડા પી રહ્યા છે. ત્યાર બાદ પણ સરકારના ભવિષ્ય પર સવાલ પેદા થઇ રહ્યા હતા. જો કે ત્યાર બાદ વિવાદ વધ્યો તો કુમારસ્વામીએ નિવેદન પરથી હટતા કહ્યું હતું કે તેમને કોઇ જ પરેશાની નથી. કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે તનાતનીના સમાચાર તેવા સમયે આવ્યો જ્યારે કર્ણાટકમાં યોજાનાર ચૂંટણીમાં બંન્ને પાર્ટીઓએ અલગ-અલગ પાર્ટીઓને અલગ અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી.